નવીદિલ્હી
ગયા વર્ષે ૩ ઓક્ટોબરે લખીમપુર ખીરીના ટિકુનિયામાં ચાર ખેડૂતોને એક જીેંફ કારે કચડી નાખ્યા હતા. જે સમયે આ ઘટના બની તે સમયે ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરીને એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની પણ હાજર હતા. આ ઘટના દરમિયાન માર્યા ગયેલા લોકોમાં સ્થાનિક પત્રકાર રમણ કશ્યપ પણ સામેલ હતા. ખેડૂતોનો આરોપ છે કે જીેંફ અજય મિશ્રા ટેનીની છે અને તેમાં તે પણ સામેલ હતો.ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોએ હવે આ ઘટનાના સંબંધમાં સુપ્રીમ કોર્ટના શરણે ગયા છે. હિંસામાં સંડોવણી બદલ ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કરવા માટે મૃતક ખેડૂતોના સંબંધીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તમને જણાવી દઈએ કે પીડિતોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આશિષ મિશ્રાના જામીનના ર્નિણયને પડકાર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ર્નિણય આપતી વખતે હાઈકોર્ટે આશિષ મિશ્રા વિરુદ્ધના પુરાવાને જાેયા નથી. છેલ્લા ચાર મહિનાથી કસ્ટડીમાં રહેલા આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ૧૦ ફેબ્રુઆરીએ જામીન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ૩ ઓક્ટોબરે લખીમપુર ખેરીમાં ખેડૂતોનો વિરોધ હિંસક બન્યા બાદ ચાર ખેડૂતો સહિત કુલ આઠ લોકો માર્યા ગયા હતા. ચાર ખેડૂતોને કથિત રીતે એસયુવી કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. જ્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ ડ્રાઈવર અને બે ભાજપના કાર્યકરોને માર માર્યો હતો. આ હિંસામાં એક પત્રકારનું પણ મોત થયુ હતું. સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે ૧૭ નવેમ્બરે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રાકેશ કુમાર જૈનને ઉત્તર પ્રદેશ જીૈં્ દ્વારા તપાસની દેખરેખ રાખવા માટે નિયુક્ત કર્યા હતા. જાે કે બાદમાં સુપ્રીમ કોર્ટે પણ જીૈં્ની પુનઃરચના કરી અને ત્રણ ૈંઁજી અધિકારીઓને સામેલ કર્યા, જેઓ આ રાજ્યના વતની નહોતા. જેમાં એસબી શિરાડકર, પદ્મજા ચૌહાણ અને પ્રીતિન્દર સિંહનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલતે તેના આદેશમાં કહ્યું હતુ કે, મહારાષ્ટ્રના ૧૯૯૩ બેચના ૈંઁજી અધિકારી અને હાલમાં ઉત્તર પ્રદેશમાં છડ્ઢય્ ઇન્ટેલિજન્સ તરીકે ફરજ બજાવતા શિરાડકર જીૈં્નું નેતૃત્વ કરશે.


