Delhi

લગ્નમાં કેવી રીતે ભોજનનો બગાડ થાય છે તેવું આઈએએસ અધિકારીએ ફોટો શેર કર્યો

નવીદિલ્હી
આઈએએસ અધિકારી અવનીશ શરણે સોશિયલ મીડિયા પર કોઈ લગ્નમાં વેસ્ટ થયેલા ભોજનની એક તસવીર ટ્‌વીટર પર શેર કરી છે જેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે એ તસવીર જે તમારો વેડિંગ ફોટોગ્રાફરે મિસ કરી દીધો. ભોજન વેસ્ટ કરવાનું બંધ કરો. તસવીર જાેઈને કોઈ પણ સમજી જશે કે લોકો લગ્નમાં કઈ હદ સુધી ભોજનનો વેડફાટ થાય છે. તસવીરમાં જુઓ કેટલા મોટા પ્રમાણમાં ભોજન વેસ્ટ કરવામાં આવ્યું છે જેથી ન જાણે કેટલાય લોકોનું પેટ ભરાઈ શકે છે. સોશિયલ મીડિયા પર આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો તસવીર પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને એવા લોકોની નિંદા કરી રહ્યા છે જે લગ્નમાં ભોજન વેસ્ટ કરે છે કે પછી ફેકે છે. આઈએએસ અધિકારી અવનીશ શરણની આ પોસ્ટને અત્યાર સુધી ૧૦ હજારથી વધુ લાઇક્સ અને પ્રરિક્રિયા મળી ચૂકી છે. સંજય મદ્વેશિયાએ કમેન્ટ કરતા લખ્યું કે આ એક દીકરીના પિતાનું નિયંત્રણ હતું નહિતર.. લોકો ૧૦ રૂપિયાની ચાટ પણ ખાય છે તો પ્લેટ પણ ચાટી લે છે. આપણાં દેશમાં ઘણા લોકો એવા છે જેમને બે ટંકનું ભોજન પણ મળતું નથી. કૃપયા ભોજનનું સન્માન કરો. પ્રવીણ બાફના નામના ટ્‌વીટર યુઝરે લખ્યું કે ‘ભોજન મળ્યા બાદ ખુશીના આંસુ બતાવે છે કે અનાજની કેટલી કિંમત છે, તો પ્લીઝ ભોજનનો વેડફાટ કરશો નહીં. તમને બધાને નમ્ર વિનંતી છે કે જાે કોઈ જરૂરિયાતમંદ ભૂખ્યું હોય તો પુણ્ય અવશ્ય કરર્શા દરેક વ્યક્તિ રોજ ભોજન કરતી વખત દાણો પણ ન છોડે અને થાળી ધોઈને પીઓ. આપણે બધાએ સમજવું જાેઈએ કે દેશમાં ઘણા એવા લોકો પણ રહે છે જે એક ટંકનું ભોજન કરવા માટે પણ ખૂબ મહેનત કરે છે અને ઘણા એવા લોકો પણ છે જેમને ઘણા દિવસો સુધી ભોજનનું નસીબ જ નથી હોતું અને તેમને ભૂખ્યા પેટે જ સૂવું પડે છે.લગ્ન હોય કે કોઈ મોટું ફંક્શન, એવા ઘણા અવસરો પર સેકડો, હજારો લોકોનું ભોજન બને છે. લગ્ન જેવા અવસર પર લોકો ભોજનની પ્લેટમાં ભરીને ખાવાનું લે છે ભલે એ લોકો તેને ખાઈ ન શકે. જેના કારણે લગ્નના બનેલું ઘણું ભોજન વેસ્ટ થઈ જાય છે અને ફેકી દેવામાં આવે છે. બાળપણથી જ આપણે બધા એમ સાંભળીને મોટા થતા હોઈએ છીએ કે અન્નનું ક્યારેય અપમાન કરવું ન જાેઈએ અને ભોજન વેસ્ટ ન કરવું જાેઈએ પરંતુ લગ્નમાં જે રીતે લોકો ભોજન વેસ્ટ કરે છે અને જાે એ જ ભોજન ગરીબો અને અસહાયોમાં વહેંચી દેવામાં આવે જેની પાસે એક ટંકનું ભોજન માટે પણ પૈસા નથી હોતા તો વિચારો કેટલા લોકોનું પેટ ભરાઈ જશે પરંતુ લોકો એમ કરતા નથી અને ન તો જરૂરિયાતમંદ લોકો બાબતે વિચારે છે.

IAS-West-Food-Merriege-Party.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *