Delhi

લાઈગર ફિલ્મમાં માઈક ટાયસને ડબિંગ શૂટિંગ પૂર્ણ કર્યું

નવીદિલ્હી
વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘લાઈગર’ની તેમના ચાહકો ઘણા સમયથી રાહ જાેઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મથી વિજય બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ બાબત પણ આ ફિલ્મને ખાસ બનાવી રહી છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને વિજય ઉપરાંત, ઇન્ટરનેશનલ ફેમસ બોક્સર માઇક ટાયસન પણ ભારતીય ફિલ્મ જગતમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. માટે આ ફિલ્મમાં મનોરંજનનો ત્રિપલ તડકો હવે લાગવા જઈ રહ્યો છે. તાજેતરમાં માઇક ટાયસનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્મ થકી ઇન્ટરનેશનલ ફેમસ બોક્સર માઇક ટાયસનની બોલિવુડમાં એન્ટ્રી થવા જઈ રહી છે. આ જાહેરાત બાદ, માઈકના ફેન્સની ખુશીનું કોઈ ઠેકાણું નથી રહ્યું. માઈકના ફેન્સ અત્યારે આ ફિલ્મ વિષે જાેડાયેલા દરેક અપડેટ્‌સ જાણવા માટે ખૂબ ઉત્સાહિત રહે છે. માઈકના આ વાયરલ વિડિયોમાં તમે જાેઈ શકો છો કે, તે તમામ ફેન્સનો આભાર વ્યક્ત કરી રહ્યો છે. આ પહેલા, અનન્યા પાંડે અને વિજય તેમના સોશિયલ મીડિયા પર આ ફિલ્મના શૂટિંગ વિડિયોઝ અને સીન્સ શેર કરતાં રહે છે. ફિલ્મ ‘લાઇગર’ આગામી તા. ૨૫/૦૮/૨૦૨૨ના તમામ સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. ધર્મા પ્રોડક્શનની નિર્મિત આ ફિલ્મ હિન્દી ઉપરાંત, તેલેગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘લાઇગર’માં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે, માઈક ટાયસન ઉપરાંત, વિશુ રેડ્ડી, રોનિત રૉય, અલી, મકરાંદ દેશ પાંડે જેવા ઘણા એકટર્સ સપોર્ટિંગ રોલમાં નજર આવશે. આ ફિલ્મના ટીઝરને અત્યારે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિડિયોની શરૂઆત ફાઈટ રિંગથી થઈ હતી. વિજય દેવરકોંડાની જાેરદાર બોડી અને તેનો જુનૂની અંદાજ આ વિડિયોમાં જાેઈ શકાય છે. કરણ જાેહરે આ વિડીયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘બધાની વાટ લગાવી દઇશું.’

Liger-Film-Vijay-Devrakunda.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *