નવીદિલ્હી
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પટનાની ખાનગી હોસ્પિટલમાંથી દિલ્હી છૈંૈંસ્જીમાં દાખલ કરાયેલા લાલુ યાદવની તબિયતમાં સુધારો થવા લાગ્યો છે. શુક્રવારે લાલુ પ્રસાદ યાદવની તસ્વીર શેર કરતા તેમની પુત્રી ડો મીસા ભારતીએ લખ્યું કે લાલુ યાદવની તબિયત હવે તેમના મનોબળ અને તમારી પ્રાર્થનાને કારણે ઘણી સારી છે. લાલુ પ્રસાદ યાદવને સારી સારવાર માટે પટનાની પારસ હોસ્પિટલમાંથી દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ હોસ્પિટલના કાર્ડિયો વિભાગમાં સારવાર હેઠળ છે. આરજેડી સુપ્રીમો સરકારી આવાસમાં અસંતુલિત રીતે પડી ગયા હતા, તેમના ખભા તૂટી ગયા હતા. તેમને તાત્કાલિક પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે આવવા લાગી. તેમને સતત ૈંઝ્રેંમાં રાખવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં વધુ સુધારો ન દેખાતા, તેમને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા અને છૈંૈંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા. જણાવી દઈએ કે તેઓ પહેલાથી જ દિલ્હી એમ્સમાં સારવાર લઈ રહ્યા હતા. લાલુ યાદવની કિડનીની સારવાર પણ એમ્સમાં ચાલી રહી છે. દિલ્હી છૈંૈંસ્જીમાં દાખલ પિતા લાલુ પ્રસાદ યાદવની તસવીર શેર કરતા ડૉ. મીસા ભારતીએ કહ્યું, “પોતાના મનોબળ અને તમારી પ્રાર્થનાને કારણે લાલુજીની હાલત હવે ઘણી સારી છે. કૃપા કરીને અફવાઓ પર ધ્યાન ન આપો. અને સાથ બનાવી રાખો. લાલુજીને તમારી પ્રાર્થનામાં યાદ રાખો.’ અન્ય એક ટિ્વટમાં મીસા ભારતીએ લખ્યું, ‘તમારી પ્રાર્થના અને દિલ્હી છૈંૈંસ્જીની સારી તબીબી સંભાળને કારણે લાલુ પ્રસાદ યાદવની તબિયતમાં હવે ઘણો સુધારો થઈ રહ્યો છે. હવે તમારા લાલુ પ્રસાદ યાદવ પથારીમાંથી ઉભા થઈ શકે છે. આધાર સાથે ઊભા રહી શકે છે. દરેક મુસીબત સામે લડીને બહાર આવવાની કળા લાલુ પ્રસાદ યાદવ કરતાં બીજું કોણ સારી રીતે જાણે ?
