નવીદિલ્હી
લિસ્ટેડ ઇક્વિટી શેર્સ તથા યુનિટ્સ પર ૧૫ ટકાનો મહત્તમ લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ સરચાર્જ લાગુ પડે છે. જાેકે અન્ય એસેટ્સ પર લોંગ ટર્મ કેપિટલ પર ગ્રેડેડ સરચાર્જ લાગુ પડે છે. જે ઉપરમાં ૩૭ ટકા જેટલો જાેવા મળે છે. હું તમામ પ્રકારની એસેટ્સના હસ્તાંતરણ પર સરચાર્જ પર મહત્તમ ૧૫ ટકાની મર્યાદાનો પ્રસ્તાવ રજૂ કરું છું એમ સીતારામને ઉમેર્યું હતું. નાણાપ્રધાનના આ પ્રસ્તાવને રોકાણકાર સમુદાય માટે હકારાત્મક ગણાવતાં ઇન્વેસ્ટલાઇન સિક્યુરિટીઝના એમડી ગુંજન ચોક્સી જણાવે છે કે નાણાપ્રધાને રજૂ કરેલી જાેગવાઈને કારણે સ્ટાર્ટ-અપ્સ, મેન્યુફેક્ચરિંગ, બોન્ડ્સ અને અન્ય અનલિસ્ટેડ એસેટ્સમાં રોકાણ પરનું ટેક્સ ભારણ ઘટશે. હાલમાં વ્યક્તિગત એસેસી પર રૂ. ૫૦ લાખથી ઉપર પણ રૂ. એક કરોડ સુધીની આવક પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ૧૦ ટકાનો સરચાર્જ લાગુ પડે છે. જાેકે રૂ. એક કરોડથી બે કરોડ સુધીની આવક પર તે ૧૫ ટકાના દરે લાગુ પડે છે. જ્યારે રૂ. ૨ કરોડથી રૂ. ૫ કરોડની આવક સુધી તે ૨૫ ટકાના દરે લાગુ પડે છે. જાે રોકાણકારની આવક રૂ. ૫ કરોડથી વધુ જાય છે તો ૩૭ ટકાનો સરચાર્જ લાગુ પડે છે. આમ જે રોકાણકારો રૂ. ૨ કરોડથી વધુની આવકના બ્રેકેટમાં આવે છે તેમને આ જાેગવાઈને કારણે લાભ મળશે. આ ઉપરાંત અનલિસ્ટેડ સિક્યોરિટીઝમાં રોકાણ કરનારા ઇન્વેસ્ટર્સને પણ આને કારણે લાભ મળશે. ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારાઓ માટે આ મહત્ત્વનું પ્રોત્સાહન બની રહેશે એમ ચોક્સી ઉમેરે છે. તેમના મતે એલટીસીજી સેસ પર મહત્તમ મર્યાદાને કારણે ઇક્વિટીમાં લોંગ ટર્મ રોકાણને પ્રોત્સાહન મળશે. વધુમાં સરચાર્જની નવી જાેગવાઈનો લાભ એસોસિયેશન ઓફ્ પર્સન્સનો પણ મળશે. આમ જેઓ ૧૨ મહિનાથી ઓછા સમય માટે શેર્સ જાળવશે તેમણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ લેખે જ ટેક્સ ભરવાનો રહેશે. જ્યારે જેઓ ૧૨ મહિનાથી વધુ સમયગાળા માટે રોકાણ હોલ્ડ કરશે તેમને સેસમાં લાભ મળશે. જાેકે ફાઇનાન્સ બિલની ફાઇન પ્રિન્ટ જાેયા બાદ આ મુદ્દે વધુ સ્પષ્ટતા જાેવા મળશે એમ તેઓ જણાવે છે. નાણાપ્રધાન ર્નિમલા સીતારામને આગામી વર્ષના બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ પરના સરચાર્જ પર ૧૫ ટકાની મર્યાદા બાંધતાં વ્યક્તિગત ટેક્સ કરદાતાને નોંધપાત્ર લાભ મળશે એમ માર્કેટ વર્તુળો જણાવે છે. અગાઉ લિસ્ટેડ ઇક્વિટી શેર્સ પર જ ૧૫ ટકા મહત્તમ સરચાર્જની મર્યાદા લાગુ પડતી હતી. જાેકે હવેથી તે તમામ પ્રકારના એસેટ ક્લાસિસ પર લાગુ પડશે. જેનો નોંધપાત્ર લાભ હાઈ નેટવર્થ ઇન્ડિવિડયૂઅલ્સને મળશે એમ તેઓ જણાવે છે.
