નવીદિલ્હી
વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, વજુખાનામાં પાણી ભરેલું છે અને જે કૂવામાં શિવલિંગનો દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઇ ગયેલ છે. નિષ્ણાંતો કહે છે કે, જાે તે ફુવારો છે તો પછી તે પાણીમાં કેવી રીતે ડૂબી જાય છે. જેથી આ વીડિયોમાં મુસ્લિમ પક્ષના ફુવારાના દાવા પર સવાલો ઉભા કરાયા છે. વજુખાના અને નંદી વચ્ચેની દિવાલમાં જાેવા મળતા કોંક્રિટ સ્ટ્રક્ચરને તોડીને સર્વે કરવાની અરજી વારાણસી સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેના પર સુનાવણી થઈ શકે છે અત્યારે સામે આવેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, જેમાં જાેવા મળી રહ્યું છે કે, વજુખાના એક જાળીથી ઘેરાયેલું છે અને પાણીથી ભરેલું છે. જે નક્કર બંધારણને હિન્દૂ પક્ષ શિવલિંગ તરીકે વર્ણવી રહ્યો છે તે પાણીમાં ડૂબી ગયું છે. આ વીડિયોના આધારે હવે હિન્દુ પક્ષ મુસ્લિમ પક્ષના ફુવારાના દાવા પર સવાલ ઉઠાવી રહ્યો છે. હિન્દુ પક્ષનો દાવો છે કે, ફુવારો પાણીની ઉપર હોય છે, પાણીની અંદર નહીં. આ દરમિયાન નવા સર્વે માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં આ સ્થાનનો ઉલ્લેખ કરાયો છે. પ્રોફેસર કહ્યું કે, આપણા શાસ્ત્રોમાં ખૂબ જ સ્પષ્ટ લખ્યું છે કે શિવના દક્ષિણ ભાગમાં જ્ઞાનવાપી નામનો એક કૂવો છે. આ કૂવો હાલની કહેવાતી મસ્જિદ છે, તેની ઉત્તર દિશામાં જે ભાગ છે તે વિશ્વનાથ મંદિર છે. જ્યાં શિવલિંગ જાેવા મળે છે તે અવમુક્તેશ્વર મહાદેવ છે. આપણા શાસ્ત્રોમાં જ્ઞાનવાપીના ચાર મંડપ હોવાની કહેવાયું છે, જેમાં ઐશ્વર્યા મંડપ, જ્ઞાન મંડપ, મુક્તિ મંડપ અને વિશ્વેશ્વર મંડપનો સમાવેશ થાય છે. વિશ્વેશ્વર મંડપમાં જ ભગવાન વિશ્વનાથ બિરાજમાન છે. સર્વેમાં જે મળ્યું છે તે ફુવારો નહીં પણ વિશાળ શિવલિંગ છે. ઘણા પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે.જ્ઞાનવાપી મસ્જિદ બાબતે દરરોજ નવી નવી જાણકારી સામે આવી રહી છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જ્ઞાનવાપી મસ્જિદનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં નંદી સ્ટ્રક્ચરને જાેઈ રહ્યો છે, આ સ્ટ્રક્ચર શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
