Delhi

વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ભીષણ આગમાં મૃતક પરિવારને સહાયની જાહેરાત કરી

નવીદિલ્હી
દિલ્હીના મુંડકા વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. છેલ્લી મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૭ લોકોના મોત થયા છે, જ્યારે ૩૦ થી ૪૦ લોકો ફસાયા હોવાની આશંકા હતી. પરંતુ તમામ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ફાયટરો ઘટના સ્થળે હાજર છે. આ સાથે મોડી રાત્રે ફરી એકવાર આગ ભભૂકી ઉઠી છે. જેના કારણે ગભરાટ ફેલાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ માળની સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. મુંડકામાં જ્યાં આગ લાગી હતી તે ફેક્ટરીના માલિક વરુણ ગોયલ અને સતીશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે બેદરકારીથી મૃત્યુ અને ઇરાદાપૂર્વક હત્યા કરવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૨ લોકો દાઝી જવાથી ઘાયલ થવાના અહેવાલ મળ્યા છે. ઘાયલોમાં સતીશ (૩૮), પ્રદીપ (૩૬), આશુ (૨૨), સંધ્યા (૨૨), ધનવતી (૨૧), બિમલા (૪૩), હરજીત (૨૩), આયશા (૨૪), નીતિન (૨૪), મમતા (૫૨), અવિનાશ (૨૯), મેલ (અજ્ઞાત)નું નામ સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં અમુક મૃતદેહો સળગી ગયા છે જેણી ઓળખ કરવી મુશ્કેલ થઈ પડી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડીએનએ ટેસ્ટ બાદ અમુક મૃતકોની ઓળખ થઈ શકશે. જ્યારે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. બિલ્ડિંગમાં કામ કરનાર અનેક લોકો હજુ ગુમ છે, જેમણી શોધમાં તેમના પરિવારજનો હોસ્પિટલોમાં ભટકી રહ્યા છે. બીજી તરફ દિલ્હીના ચીફ ફાયર ઓફિસર અતુલ ગર્ગે જણાવ્યું છે કે અમારે લોકોનો જીવ બચાવવાનો છે, અમે અહીં ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બિલ્ડિંગમાં સામાન હતો. તેમાં લોકો દબાઈ ગયા છે. અમે આગ ઓલવવા માટે ૧૦૦ લોકો કોશિશ કરી રહ્યા છીએ. અમે ત્રણ માળની બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં રોકાયેલા છીએ. જણાવી દઈએ કે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ૨૭ ગાડીઓ હાજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ ૬ કલાકથી સળગી રહી છે. અહીં દ્ગડ્ઢઇહ્લ અને ઇઇઝ્રની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરાનું ગોદામ હતો. જ્યારે, અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આગની ગરમી ખૂબ જ વધુ હતી, જેના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી હતી. મુંડકામાં થયેલા ભયાનક અગ્નિકાંડ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે હું દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે એક બિલ્ડિંગમાં લાગેલી ભયાનક આગની દુર્ઘટનાથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીમાં ભીષણ આગને કારણે લોકોના મોતથી હું ખૂબ જ દુખી છું. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું છે કે દિલ્હીના મુંડકામાં આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. હું સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. દ્ગડ્ઢઇહ્લ પણ કામે લાગેલું છે. અમારી પ્રાથમિકતા લોકોને બહાર કાઢવાની અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાની છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુંડકા ઘટના પર કહ્યું કે આગમાં લોકોના દર્દનાક મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. ઁસ્ મોદીએ મુંડકા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ઁસ્દ્ગઇહ્લ તરફથી બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે, ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કાટમાળ નીચે વધુ લોકો દટાયેલા હોઈ શકે છે. પરંતુ તેમને જલ્દીથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

India-Delhi-Death-ordeal-in-Delhi-27-bodies-recovered-one-by-one-PM-Modi-announces-aid.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *