નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહ્લાદ મોદીએ મંગળવારે જંતર-મંતર પર ધરણા ધર્યા હતા. તેમણે રાશન ડીલર એસોસિએશન સાથે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. પ્રહ્લાદ મોદી રાશન ડીલર એસોસિએશનના અધ્યક્ષ છે. તે ઓલ ઇન્ડીયા ફેર પ્રાઇસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપાધ્યક્ષ પણ છે. પ્રહ્લાદ મોદીની સાથે ઓલ ઇન્ડીયા ફેર પ્રાઇસ શોપ ડીલર્સ ફેડરેશનના અન્ય સભ્યોએ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પ્રહ્લાદ મોદીએ કહ્યું કે છૈંહ્લઁજીડ્ઢહ્લના એક પ્રતિનિધિમંડળ અમારા અસ્તિત્વની ખાતર લાંબા સમયથી ચાલી રહેલી માંગોને સૂચીબદ્ધ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર સોંપશે. કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો અને દુકાનો ચલાવવા માટે ઓવરહેડ વ્યયની હાલની સ્થિતિ સાથે, અમારા માર્જિનમાં ફક્ત ૨૦ પૈસા પ્રતિ કિલોનો વધારો એક ક્રૂર મજાક છે. અમે કેન્દ્ર સરકારને અનુરોધ કરીએ છે કે તે અમને રાહત આપે અને અમારા નાણાકીય સંકટને સમાપ્ત કરે. તેમણે આગળ કહ્યું કે છૈંહ્લઁજીડ્ઢહ્લની રાષ્ટ્રીય કાર્યકારિણીની બુધવારે એટલે કે આજે બેઠક યોજાશે, જેમાં આગળની કાર્યવાહી પર ર્નિણય લેવામાં આવશે. પ્રદર્શન દરમિયાન પ્રહ્લાદ મોદીએ પોતાની માંગોને રાખતાં કહ્યું કે મારા ભાઇ પીએમ છે, તો શું હું ભૂખે મરી જાવ. અમારી માંગો માટે એસોસિએશન સાથે રહીને તેના તમામ ર્નિણયોનું સાથ આપીશ. છૈંહ્લઁજીડ્ઢહ્લના રાષ્ટ્રીય મહાસચિવ બિશ્વંબર બાસુએ કહ્યું કે અમે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મળવાની યોજના બનાવી રહ્યા છીએ. છૈંહ્લઁજીડ્ઢહ્લ ચોખા, ઘઉં અને ખાંડને થયેલા નુકસાન સાથે-સાથે યોગ્ય વ્યાજબી ભાવની દુકાનોના માધ્યમથી આપૂર્તિ કરવામાં આવનાર ખાદ્ય તેલ અને દાળ માટે માટે વળતરની માંગ કરી રહ્યા છે. બિશ્વંબર બાસુએ કહ્યું કે આખા દેશમાં મફત વિતરણનું ‘પશ્વિમ બંગાળ રાશન મોડલ’ લાગૂ કરવામાં આવે. આ ઉપરાંત છૈંહ્લઁજીડ્ઢહ્લના સભ્યોએ કહ્યું કે જમ્મૂ કાશ્મીર સહિત તમામ રાજ્યો માટે માર્જિનની તાત્કાલિક વળતર ચૂકવવું જાેઇએ.