Delhi

વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન જૂના મિત્રની જેમ મળ્યા

નવીદિલ્હી
પેરિસના એલિસી પેલેસમાં પીએમ મોદીનું સ્વાગત કરવા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પત્ની બ્રિજિટ મેક્રોન પણ હાજર હતી. મેક્રોને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કર્યાના એક દિવસ બાદ પીએમ મોદી ફ્રાન્સ પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ફ્રાન્સ અને ભારત વચ્ચેના સંબંધો ઘણા સારા રહ્યા છે. ભારતે છેલ્લા વર્ષોમાં ફ્રાન્સ પાસેથી અત્યાધુનિક શસ્ત્રો ખરીદ્યા છે. ભારતે ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ ફાઈટર જેટ ખરીદ્યા છે. કેટલાક વધુ રાફેલ વિમાનો માટે પણ વાતચીત ચાલી રહી છે. પેરિસમાં વિદેશી ભારતીય સમુદાયના સભ્યો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પેરિસ પહોંચ્યા બાદ પીએમ મોદી જે હોટલમાં રહેવા પહોંચ્યા હતા તેની બહાર ભારતીય સમુદાયના લોકો હાજર હતા. મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં બાળકો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઘણા બાળકોએ પીએમ પાસેથી ઓટોગ્રાફ માંગ્યા.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂના મિત્રની જેમ મળ્યા હતા. આ દરમિયાન તે પીએમના ખભા પર હાથ રાખીને ઉભા દેખાયા.

India-PM-Narendra-Modi-France-President-Macron-Meeting.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *