નવીદિલ્હી
દેશના વરિષ્ઠ નાગરિકો માટે આ સમાચાર સારા છે. ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે પીએમ વય વંદના યોજનાની શરૂઆત કરી છે. જે અંતર્ગત તમને વાર્ષિક ૧ લાખ ૧૧ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. આવો જાણીએ આ યોજના વિશે. પીએમ વય વંદના યોજના વડીલોને જેમના જીવનના મહત્વપૂર્ણ પડાવ પર આર્થિક રીતે આર્ત્મનિભર બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. જેની સમયમર્યાદા પહેલા ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી હતી પરંતુ હવે તેને માર્ચ ૨૦૨૩ સુધી વધારવામાં આવી છે. આ યોજનાનો લાભ દેશના એ નાગરિકો લઈ શકે છે જેમની ઓછામાં ઓછી ઉંમર ૬૦ વર્ષ છે. એટલે કે ૬૦ વર્ષ કે તેનાથી વધુ વયના નાગરિકોમાં તેમાં રોકાણ કરી શકે છે. મહત્તમ કોઈ ઉંમરની મર્યાદા નક્કી નથી કરવામાં આવી. આ યોજનામાં એક વ્યક્તિ વધુમાં વધુ ૧૫ લાખનું રોકાણ કરી શકે છે. આ સ્કીમના સંચાલનની જવાબદારી ન્ૈંઝ્રને સોંપવામાં આવી છે. તમારે આ યોજનામાં પેન્શન માટે એક નિયત રાશિનું રોકાણ કરવાનું છે. પછી તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પેન્શનના વિકલ્પની પસંદગી કરી શકો છો. આ સ્કીમમાં જાે તમે એક હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન ઈચ્છો છો તો તમારે ૧ લાખ ૬૨ હજાર ૧૬૨ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ યોજના અંતર્ગત વધુમાં વધુ માસિક પેન્શન ૯૨૫૦ રૂપિયા, ત્રિમાસિક ૨૭, ૭૫૦ રૂપિયા, અર્ધવાર્ષિક પેન્શન ૫૫ હજાર રૂપિયા અને વાર્ષિક પેન્શન ૧, ૧૧, ૧૦૦ રૂપિયા છે.