Delhi

વર્ષ ૨૦૧૧ રાષ્ટ્રીય રમતોના આયોજનના ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈના દરોડા

નવીદિલ્હી
૩૪મા રાષ્ટ્રીય રમતોના આયોજનમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર લઇને સીબીઆઇએ રેડ પાડી છે. કરોડો રૂપિયાના ઉપકરણ ખરીદવામાં કથિત અનિયમિતતાના સંબંધમાં ઝારખંડના પૂર્વ રમત ગમત મંત્રી બંધુ તિર્કીના આવાસ સહિત ૧૬ સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. સીબીઆઇએ તિર્કી ઉપરાંત જાણિતા વકીલ આર.કે. આનંદના પરિસરમાં તલાશી લીધી, જે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રીય રમતોની આયોજન સમિતિના કાર્યકારી અધ્યક્ષ હતા. રાજ્યના તત્કાલિન રમત નિર્દેશક પીસી મિશ્રા, રાષ્ટ્રીય રમતોના આયોજક સચિવ મધુકાંત પાઠક, આયોજક સચિવ એચ એમ હાશમીના ત્યાં પણ તલાશી લેવામાં આવી રહી છે. આ કેસમાં ૨૦૧૧ માં રાષ્ટ્રીય રમતોના મુખ્ય આયોજનકર્તા આર કે આનંદ હતા. આ દરમિયાન આ આયોજનમાં લગભગ ૨૮ કરોડના ભ્રષ્ટાચારનો દાવો કરવામાં આવ્યો હતો. પહેલાં આ કેસની તપાસ ઝારખંડની એન્ટી કરપ્શન બ્રાંચ કરી રહી હતી પરંતુ પછી તપાસ સીબીઆઇને સોંપવામાં આવી. આવક કરતાં વધુ સંપત્તિના મામલે સજા થયા બાદ તેમની વિધાનસભાની સદસ્યતા ગુમાવી ચૂકેલા બંધુ તિર્કી હાલ દિલ્હીમાં છે. જાણકારી અનુસાર સીબીઆઇએ ઝારખંડમાં ૧૨, પટનામાં ૨ અને દિલ્હી ૨ જગ્યાએ રેડ પાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *