Delhi

વર્સટાપ્પને કાર્લોસ સેન્ઝને પાછળ છોડીને કેનેડા ગ્રાં પ્રી એફ૧ જીતી

નવીદિલ્હી
મેક્સ વર્સટાપ્પને કાર્લોસ સેન્ઝ જુનિયરને પાછળ છોડીને કેનેડા ગ્રાં પ્રી ફોર્મ્યુલા વન રેસ જીતી લીધી અને ડ્રાઈવરોની યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. વર્સટાપ્પને પોલ પોઝિશન સાથે શરૂઆત કરતા અંતિમ લેપ સુધી લીડ જાળવી રાખી હતી અને મહત્વના ૨૫ પોઈન્ટ અંકે કર્યા હતા. આ સાથે જ પોઈન્ટ ટેબલમાં વર્સટાપ્પને રેડ બુલના તેના સાથી ડ્રાઈવર અને બીજા ક્રમના સર્ગિયો પેરેઝ પરની લીડ વધારીને ૪૬ પોઈન્ટ કરી હતી. સર્ગિયોની કારમાં ગીયર બોક્સની સમસ્યા થતા તે રેસમાંથી વહેલો બહાર થઈ ગયો હતો. કેનેડા ગ્રાં પ્રી એફ વન જીત્યા બાદ વર્સટાપ્પને જણાવ્યું કે, હજુ લાંબો રસ્તો કાપવાનો છે. હું જાણું છું કે અંત મજલ ઘણી લાંબી છે, મને એ પણ ખ્યાલ છે કે ખૂબ જલ્દી તે પણ બદલાઈ શકે છે. વર્સટાપ્પન સિઝનની ત્રીજી રેસ બાદ હાલમાં ચાર્લ્સ લેક્લર્ક કરતા ૪૬ પોઈન્ટ પાછળ ચાલી રહ્યો છે. કેનેડા ગ્રાં પ્રી એફ વન રેસમાં વર્સટાપ્પન બાદ કાર્લોસ સેન્ઝ બીજા જ્યારે લુઈસ હેમિલ્ટન ત્રીજા સ્થાને રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *