Delhi

વિજય સેતુપતિએ કર્યુ ટ્રાન્સફોર્મેશનનો ફોટો જાેઈને ચોંકી જશો!

નવીદિલ્હી
મુંબઈઃ વિજય સેતુપતિ, જેઓ છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં દેખાતા નથી, તેણે તેના નવા લૂકની તસવીર શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. અભિનેતાએ તેના લેટેસ્ટ ફોટો સાથે કેપ્શન શેર કર્યા નથી પરંતુ તે સ્પષ્ટ છે કે તે તેના શારીરિક પરિવર્તનને દર્શાવવા માટે ફોટો શેર કરી રહ્યો હતો. વિજય સેતુપતિ છેલ્લે ડીએસપી ફિલ્મમાં જાેવા મળ્યો હતો જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. લેટેસ્ટ ફોટોમાં વિજય ફિલ્મમાં તેના લુકથી એકદમ અલગ દેખાઈ રહ્યો છે. આ તસવીરે તેના ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે અને હવે તેઓ તેના નવા લુકને જાેવા માટે આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિજય સેતુપતિ હવે રાજ એન્ડ ડીકે વેબ સિરીઝ ફર્ઝીમાં જાેવા મળશે, જેમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. તેની આગામી હિન્દી ફિલ્મોમાં સંતોષ સિવાનની મુંબઈકર એન્ડ શ્રીરામ રાઘવનની મેરી ક્રિસમસનો સમાવેશ થાય છે. એટલીસ જવાનમાં તે વિલન તરીકે પણ જાેવા મળી શકે છે, જ્યાં તે શાહરૂખ ખાન સાથે અભિનય કરશે. તમિલમાં, તેની આગામી ફિલ્મોમાં ગાંધી ટોકીઝ અને વિદુથલાઈનો સમાવેશ થાય છે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *