Delhi

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે માર્ગારેટ આલ્વા

નવીદિલ્હી
માર્ગારેટ આલ્વા દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિરોધ પક્ષના ઉમેદવાર હશે. એનસીપી પ્રમુખ શરદ પવારે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૧૯ જુલાઈ છે. શરદ પવારે જણાવ્યું હતું કે, બેઠકમાં ૧૭ પક્ષોએ ભાગ લીધો હતો અને દરેકની સામૂહિક વિચારસરણી એ છે કે આલ્વા મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન ફાઇલ કરશે. પવારે એમ પણ કહ્યું કે સંયુક્ત ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે ગત વખતે બંને નેતાઓએ વિપક્ષના સંયુક્ત રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ ટ્‌વીટ કર્યું કે માર્ગારેટ આલ્વા ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર છે. તેમણે લખ્યું, “માર્ગારેટ આલ્વા, ભૂતપૂર્વ ગવર્નર, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, લાંબા સમયથી સંસદસભ્ય અને ભારતની અદ્ભુત વિવિધતાના ખૂબ જ પ્રતિષ્ઠિત પ્રતિનિધિ, ઉપરાષ્ટ્રપતિ માટે સામાન્ય વિપક્ષના ઉમેદવાર છે.” દ્ગડ્ઢછએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને પોતાના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે. શનિવારે સાંજે તેમની ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી. ઈલેક્ટોરલ કોલેજમાં દેશના ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સભ્યો હોય છે. સંસદમાં વર્તમાન સંખ્યાબળ ૭૮૦ છે, જેમાંથી માત્ર ભાજપના ૩૯૪ સાંસદો છે. જીતવા માટે ૩૯૦ થી વધુ વોટ જરૂરી છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ ૧૦ ઓગસ્ટે સમાપ્ત થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૯ જુલાઈ છે અને ૬ ઓગસ્ટે મતદાન થવાનું છે. ભાજપે આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જાે મુર્મૂ ચૂંટણી જીતશે તો તે દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ૨૦૧૭માં એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે તત્કાલિન કેન્દ્રીય મંત્રી નાયડુને નોમિનેટ કર્યા હતા. ભાજપ આ વખતે પણ પોતાના ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવા મજબૂત સ્થિતિમાં છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *