,નવીદિલ્હી
આ સંયુક્ત નિવેદન રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ અને યુકે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિન અને યુએસ પ્રેસિડેન્ટ ઓફિસ વ્હાઇટ હાઉસે પોતપોતાની વેબસાઇટ્સ પર નિવેદનો જારી કરતા લખ્યું છે કે અમે પરમાણુ શસ્ત્રોના અનધિકૃત અથવા અનિચ્છનીય ઉપયોગને રોકવા માટે અમારા રાષ્ટ્રીય ઉપાયોને જાળવી રાખવા અને તેને વધુ મજબૂત કરવાનો ઇરાદો ધરાવીએ છીએ. આ અંતર્ગત પરમાણુ હથિયારોના ઉપયોગ પહેલા ઉચ્ચ સ્તરેથી મંજૂરી લેવી પણ સામેલ છે. આ સિવાય પાંચેય દેશોએ કહ્યું કે અમે પરમાણુ હથિયારોના નિશાન પર અમારા અગાઉના નિવેદનોની માન્યતાને પુનરાવર્તિત કરીએ છીએ. તેમણે કહ્યું, “અમે પુષ્ટિ કરીએ છીએ કે અમારા કોઈપણ પરમાણુ શસ્ત્રો એકબીજા પર કે અન્ય કોઈના પર લક્ષિત નથી.” બંને દેશોએ કહ્યું કે અમે એકરાર કરીએ છીએ કે પરમાણુ યુદ્ધને જીતી શકાય નહીં અને એને ક્યારેય પણ લડવું જાેઈએ નહીં. પાંચેય દેશોએ કહ્યું હતું કે પરમાણુ હથિયારોના ઉપયોગથી દૂરગામી પરિણામો આવશે તેથી અમે તેનો ઉપયોગ માત્ર સંરક્ષણાત્મક હેતુઓ માટે જ કરીશું. આનાથી અમે આક્રમકતા રોકીશું અને યુદ્ધને ટાળવા માટે તેનો ઉપયોગ કરીશું. અમે દ્રઢપણે માનીએ છીએ કે આવા શસ્ત્રોના વધુ પ્રસારને અટકાવવો જાેઈએ. પાંચ રાષ્ટ્રોએ પરમાણુ અપ્રસાર સંધિ હેઠળની જવાબદારીઓ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. તમામ નવ પરમાણુ સક્ષમ દેશો પાસે હાલમાં કુલ ૧૩,૦૮૦ પરમાણુ હથિયારો છે. જેમાં રશિયાના ૬,૨૫૫ અને અમેરિકાના ૫,૫૫૦ પરમાણુ હથિયારોનો સમાવેશ થાય છે. આ સિવાય ફ્રાંસ પાસે ૨૯૦, યુકે પાસે ૨૨૫, ઈઝરાયેલ પાસે ૯૦ જ્યારે ઉત્તર કોરિયા પાસે ૪૦-૫૦ પરમાણુ હથિયાર છે. આ આંકડાઓ બિલકુલ સચોટ હોવાનો દાવો કરી શકાતો નથી કારણ કે દરેક દેશ તેના પરમાણુ કાર્યક્રમોને સંપૂર્ણપણે ગુપ્ત રાખે છે. રશિયા અને અમેરિકા સિવાયના તમામ સાત દેશો હજુ પણ પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યા છે અથવા તૈનાત કરી રહ્યા છે. જીૈંઁઇૈંએ કહ્યું, “ચીન તેના પરમાણુ હથિયારના ભંડારને વધારવા અને આધુનિક બનાવવા માટેના પ્રયાસો શરુ કરી ચુક્યું છે. પાકિસ્તાન પણ તેના પરમાણુ હથિયારના ભંડારને વધારી રહ્યું છે.” જીૈંઁઇૈંનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે એક વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જાેકે, પાકિસ્તાન સાથેની સરહદે ફેબ્રુઆરીથી યુદ્ધવિરામ છે.યુરોપ અને એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે વિશ્વની પાંચ મહાસત્તાઓએ સંયુક્ત રીતે પોતાના પરમાણુ હથિયારોને લઈને મોટી જાહેરાત કરી છે. આ દેશોએ કહ્યું છે કે તેમના પરમાણુ હથિયારો એકબીજાની વિરુદ્ધ નથી. તેઓએ એમ પણ કહ્યું કે તેઓ પરમાણુ-શસ્ત્રો ધરાવતા દેશો વચ્ચે કોઈપણ યુદ્ધને ટાળવા અને વ્યૂહાત્મક જાેખમો ઘટાડવા તેમની સૌથી મોટી જવાબદારી માને છે.