Delhi

વિશ્વમાં કોરોના સંક્રમિતની સંખ્યા ૩૦ કરોડને પાર થઈ

નવીદિલ્હી
ઓમિક્રોન આવ્યા પછી, વિશ્વના અમુક દેશોમાં રેકોર્ડ સંખ્યામાં સંક્રમણ નોંધાઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વમાં ૧ કરોડ ૩૫ લાખથી વધુ વાયરસના કેસો સામે આવ્યા છે, જેમાં છેલ્લા સાત દિવસમાં ૬૪ ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે અને દિવસ દીઠ સરેરાશ ૧૯,૩૮,૩૯૫ સંક્રમણના નવા કેસ નોંધાયા છે.વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧,૪૧,૯૮૬ નવા કેસ નોંધાયા છે અને ૨૮૫ લોકોના મોત થયા છે. ચિંતાની વાત એ છે કે માત્ર પાંચ રાજ્યોમાં જ કોરોનાના કેસ એક લાખની નજીક પહોંચી ગયા છે. હવે દેશમાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૫૩,૬૮,૩૭૨ થઈ ગઈ છે. એક અઠવાડિયા પહેલા જે કેસ ૨૨ હજારની આસપાસ હતા તે માત્ર એક સપ્તાહમાં ૬ ગણાથી વધુ વધીને ૧.૫ લાખની નજીક પહોંચી ગયા છે.કોવિડ-૧૯ રોગચાળાની શરૂઆતથી, લઈને વિશ્વભરમાં નોંધાયેલા કોવિડ-૧૯ કેસોની કુલ સંખ્યા ૩૦ કરોડને પાર કરી ગઈ છે. છહ્લઁના એક અહેવાલમાં અધિકૃત આંકડાઓ અનુસાર આ ગણતરી કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યાલય દ્વારા ડિસેમ્બર ૨૦૧૯ના અંતમાં ચીનથી આ બીમારીના ફેલાવાની પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી હતી. કોવિડ-૧૯ કેસની કુલ સંખ્યા ૩૦૦,૦૪૨,૪૩૯ પર પહોંચી ગઈ. ઝડપથી ફેલાતા કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ગયા વર્ષના અંતથી કેસ વધી રહ્યા છે, જેની ઓળખ સૌપ્રથમ બોત્સ્વાના અને દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. કુલ ૩૪ દેશોમાં સાપ્તાહિક કેસોની રેકોર્ડ સંખ્યા જાેવા મળી છે. તેમાંથી અઢાર યુરોપમાં, સાત આફ્રિકામાં અને છ લેટિન અમેરિકા અને કેરેબિયનમાં છે. ઓસ્ટ્રેલિયાની જેમ અમેરિકા અને કેનેડામાં પણ રેકોર્ડ સંખ્યા જાેવા મળી છે. છેલ્લા સાત દિવસમાં, સાયપ્રસમાં પ્રતિ ૧૦૦,૦૦૦ રહેવાસીઓએ ૩,૪૬૮ કેસ નોંધાયા છે, જ્યારે આયર્લેન્ડમાં ૧૦૦,૦૦૦ રહેવાસીઓ દીઠ ૨,૮૪૦ કેસ નોંધાયા છે. આ દર ગ્રીસમાં ૨,૪૧૫, ડેનમાર્કમાં ૨,૩૬૨ અને ફ્રાન્સમાં ૨,૧૩૭ છે. હાલના કેસ પ્રમાણે ઓસ્ટ્રેલિયા લિસ્ટમાં ૧૨મા ક્રમે છે, જ્યાં છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૧,૩૬૧ કેસ નોંધાયા છે. જાે કે, કોવિડના કેસોમાં વધારો ભલે થયો છે, પણ મૃત્યુ દરના આંકડામાં હજુ સુધી વધારો થયો નથી. હકીકતમાં, છેલ્લા સાત દિવસમાં મૃત્યુનો દૈનિક વૈશ્વિક સરેરાશ ૬,૧૭૨ છે. જે ગયા અઠવાડિયા કરતા ત્રણ ટકા ઓછો છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત મળ્યાના એક મહિના પછી, ઓમિક્રોન હવે કોવિડ-૧૯ના અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ સંક્રામક હોવાનું માનવામાં આવે છે, પરંતુ અગાઉના વેરિઅન્ટ કરતા ઓછો ગંભીર છે. છહ્લઁ દ્વારા એકત્રિત કરાયેલા આંકડા રાષ્ટ્રીય આરોગ્ય અધિકારીઓના દૈનિક અહેવાલો પર આધારિત છે.

Omicron-in-All-Over-The-World-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *