Delhi

વિશ્વ સ્વાસ્થય સંગઠનએ કોવિડના કેસોની મોટો વધારો થઈ રહ્યો છે તે દેશોની યાદી જાહેર કરી

નવીદિલ્હી
વિશ્વ સ્વાસ્થય સંગઠનએ એવા દેશોની યાદી જાહેર કરી છે, જ્યાં કોવિડના કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર, એક અઠવાડીયામાં સૌથી વધારે કેસ જાપાનમાં આવ્યા છે, જ્યાં ૧,૦૪૬,૬૫૦ કેસ નોંધાયા છે, તો વળી સાઉથ કોરિયામાં એક એઠવાડીયામાં ૪૫૯,૮૧૧ કેસ નોંધાયા છે. તેની સાથે જ અમેરિકામાં ૪૪૫,૪૨૪ અને ફ્રાન્સમાં ૩૪૧,૧૩૬ લોકો વાયરસથી સંક્રમિત થયા છે. તો વળી બ્રાઝિલમાં પણ એક અઠવાડીયામાં ૩૩૭,૮૧૦ કેસ નોંધાયેલા છે. વળી મોતની વાત કરીએ તો, સૌથી વધારે મોત અમેરિકામાં ૨૬૫૮ લોકોના થયા છે, જ્યારે જાપાનમાં ૧૬૧૭ લોકોના મોત થયા છે. ભારતમાં ૧૨ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બરની વચ્ચે દુનિયામાં કોવિડના રેકોર્ડ કેસ આવ્યા હતા. જે છેલ્લા અઠવાડીયામાં ત્રણ ટકાથી વધારે હતા, જેમા ૩.૭ લાખ નવા કેસ હતા. કહ્યું કે, નવા સાપ્તાહિક મોતની સંખ્યા પાછલા અઠવા઼ડીયાની સરખામણીમાં ૬ ટકા ઓછા હતા. જેમાં ૧૦,૪૦૦થી વધારે નવા મોત નોંધાયા હતા. તો વળી આ સમયે કોવિડથી સૌથી વધારે પ્રભાવિત ચીનની વાત કરીએ તો, ચીનમાં પહેલી વાર રાષ્ટ્રીય સ્તર પર કોવિડ-૧૯ની લહેરથી ઝઝૂમી રહ્યું છે. અને બેઈજીંગના દક્ષિણ પશ્ચિમમાં આવેલા નાના શહેરો અને ગામડામાં સ્થિતિ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડથી ભરેલી છે. આઈસીયૂથી એમ્બ્યુલન્સ પાછી આવી રહી છે, તો દર્દીઓને સગાવહાલા બેડ માટે આમતેમ ભાટકી રહ્યા છે. બેડની કમીના કારણે હોસ્પિટલની બેંચ અને ફર્શ પર દર્દીઓને સુવડાવવા પડી રહ્યા છે. નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે કે, આગામી વર્ષથી ચીનમાં ૧૦થી ૨૦ લાખ લોકોના મોત થશે. આ ઉપરાંત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બેઈઝીંગની ગણતરી કરવાની રીતને લઈને સચેત કર્યા છે કે, તેનાથી મૃતકોની અસલી સંખ્યા ઘટી જાય છે. ચીન જેવી હાલત ભારતમાં ન થાય તેના માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કહ્યું છે કે, તે કોવિડ ૧૯ના કેસોમાં વધારો થવાની કોઈ પણ સ્થિતિમાં ચિકિત્સકિય દેખરેખની વધતી જરુરિયાતોને પુરી કરવા માટે મંગળવારે પણ હોસ્પિટલમાં મોક ડ્રીલ કરે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે રાજ્યોને લખેલા એક પત્રમાં કહ્યું કે, કેટલાય દેશોમાં કોવિડના કેસો વધવા પર આ જરુરિયાત છે કે, કોઈ પણ ઈમરજન્સી સ્થિતિ સામે લ઼ડવા માટે તમામ રાજ્યોમાં સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રમાં જરુરી ઉપાય કરવામાં આવે.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *