Delhi

શીજાન ખાનની મુશ્કેલીઓ વધશે, પોલીસના હાથ લાગ્યા સીક્રેટ વોટ્‌સએપ ચેટ મેસેજ

નવીદિલ્હી
તુનિશા શર્મા સુસાઇડ કેસની તપાસમાં વાલીવ પોલીસને કેટલીક ચોંકાવનારી વાતો જાણવા મળી છે. પોલીસના સૂત્રો અનુસાર, શીજાન ખાનની સીક્રેટ ગર્લફ્રેન્ડની ચેટ શીજાને ડીલીટ કરી દીધી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેની ગર્લફ્રેન્ડ મુંબઇમાં જ રહે છે. પોલીસને ૨૫૦ પેજની વોટ્‌સએપ ચેટ મળી છે. તેની સ્ટડી અને એનાલિસીસ બાકી છે. પોલીસે જૂન મહિનાથી લઇને અત્યાર સુધીની ચેટ કાઢી છે. તેવામાં શીજાન અને તુનિશાના બ્રેકઅપનું કારણ આ જ જણાવવામાં આવી રહ્યું છે કે તેમની વચ્ચે ઉંમરનું ઘણું અંતર હતુ અને તે પોતાના કરિયર વિશે વિચારી રહ્યો હતો. આ વચ્ચે, તુનિશા શર્માના કાકા પવન શર્માએ જણાવ્યું, તુનિશા શર્માને તૈયાર થવાનો અને મેકઅપ કરવાનો ખૂબ જ શોખ હતો. તે કહેતી હતી કે, લગ્ન કરીને જઇશ તો આવી જ તૈયાર થઇને જઇશ. તેના લગ્ન તો અમે કરી ન શક્યા. અમે જે કંઇ કરી શક્યા એ તેની ઇચ્છા પ્રમાણે કરવાનો પ્રયાસ કર્યો. પવને વધુમાં જણાવ્યું કે તુનિષાના જવાથી ઘરમાં માતમ છવાઇ ગયો છે. પવન શર્માએ વધુમાં તુનિષા શર્માની ઇચ્છા વિશે જણાવ્યું કે, તુનિષાની ઇચ્છા હતી કે બધા સાથે જઇને મિડ આઇલેન્ડમાં સેલિબ્રેશન કરવા માગતી હતી. તે ચંદીગઢના મોહાલીમાં પણ સેલિબ્રેશન કરવા માગતી હતી. તેણે જણાવ્યું કે તુનિષા પોતાના કો-સ્ટાર્સના ઘરે પણ આવતી જતી હતી. તેના માટે આ સામાન્ય વાત હતી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *