Delhi

શું તમે જાણો છો કે કેમ ૧૪ સપ્ટેમ્બરે ઉજવાય છે હિન્દી દિવસ? ક્યાંથી આવ્યો શબ્દ? જાણો અનોખો ઈતિહાસ

નવીદિલ્હી
૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દીએ રાષ્ટ્રીય ભાષા છે. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. ભારતીય બંધારણની કલમ ૩૪૩(૧)માં હિન્દી ભાષાનો ઉલ્લેખ છે. ‘હિન્દી’ શબ્દ સાથે જાેડાયેલી એક રસપ્રદ વાત એ છે કે આ શબ્દ ફારસી ભાષાનો છે. હિન્દીનો થાય છે- ‘સિંધુ નદીની ભૂમિ’. હિન્દી વિશ્વમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારતની ૭૭ ટકા વસ્તી હિન્દી બોલે છે અને સમજે છે. દરેક પ્રદેશને વર્ધાની વિનંતી પર દરેક પ્રદેશમાં તેનો પ્રચાર કરવા માટે, ૧૯૫૩ થી, ૧૪ સપ્ટેમ્બર દર વર્ષે સમગ્ર ભારતમાં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સિવાય ૧૪ સપ્ટેમ્બરે રાજેન્દ્ર સિંહની જન્મજયંતિ પણ છે. તેઓ હિન્દી અને સંસ્કૃતના વિદ્વાન હતા. હિન્દીને ભારતની અધિકૃત ભાષા બનાવવામાં તેમની ભૂમિકા હતી. ભારતમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ સમગ્ર વિશ્વમાં ૧૦ જાન્યુઆરીએ ‘વિશ્વ હિન્દી દિવસ’ની ઉજવણી કરાય છે. જેને હિન્દી ભાષાના કોઈપણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસ કરી હોય તો તેવા લોકોને આ દિવસે રાષ્ટ્રપતિ સન્માનિત કરે છે. ૧૪થી ૨૧ સપ્ટેમ્બર સુધીનું આખું અઠવાડ્યું સમગ્ર દેશમાં રાજભાષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ દરમિયાન તમામ શાળા અને કોલેજાેમાં નિબંધ, વક્તવ્ય, ચર્ચા જેવી સ્પર્ધાઓનું આયોજન કરાય છે. આજે હિન્દી ભાષાને તમામ સોશિયલ મીડિયા વેબસાઇટ્‌સ અને ઇન્ટરનેટ પર હિન્દી ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દી દિવસ અને રાષ્ટ્રીય હિન્દી દિવસ આ બન્ને દિવસને લઈને લોકોમાં મુંઝવણ રહે છે. વિશ્વ હિન્દી દિવસ ૧૦ જાન્યુઆરીએ અને રાષ્ટ્રીય હિન્દી દિવસ ૧૪ સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. હિન્દીને ભારતમાં જ સત્તાવાર ભાષાનો દરજ્જાે મળ્યો હતો જેથી ૧૪ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવાય છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *