Delhi

શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે મજૂબત સ્કોર નોંધાવી સરસાઈ હાંસલ કરવામાં સફળતા

નવીદિલ્હી
દિનેશ ચંદીમલે તેનું ફોર્મ પરત મેળવી લેતી સદી ફટકારતાં શ્રીલંકાએ અહીં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં રવિવારે ઓસ્ટ્રેલિયા સામે મજબૂત સ્કોર નોંધાવીને સરસાઈ હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના ૩૬૪ રનનો સ્કોર સામે શ્રીલંકાએ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં તેના પ્રથમ દાવમાં છ વિકેટે ૪૩૧ રન નોંધાવી દીધા હતા. આમ તે હાલમાં ૬૭ રનની સરસાઈ પર છે. ત્રીજા દિવસની રમતને અંતે દિનેશ ચંદીમલ ૧૧૮ રન તથા રમેશ મેન્ડીસ સાત રન સાથે રમતમાં હતા. વર્તમાન સિરીઝમાં પ્રથમ ટેસ્ટ ગુમાવીને પાછળ રહેલા શ્રીલંકા માટે સિરીઝ બચાવવા આ મેચ જીતવી જરૂરી છે તેવા સંજાેગોમાં આ સરસાઈ તેને ઉપયોગી થઈ પડશે. શ્રીલંકાએ રવિવારે સવારે બે વિકેટે ૧૮૪ રનથી તેનો દાવ આગળ ધપાવ્યો ત્યાર બાદ કુશલ મેન્ડીસ તરત જ આઉટ થઈ ગયો હતો. તે તેના શનિવારના સ્કોરમાં માત્ર એક રન ઉમેરી શક્યો હતો અને ૮૫ રનના અંગત સ્કોરે નાથાન લાયનની બોલિંગમાં આઉટ થયો હતો. જાેકે મેથ્યુઝ સાથે જાેડાયેલા ચંદીમલે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ ટીમનો સ્કોર ૨૬૯ સુધી પહોંચાડ્યો ત્યારે મેથ્યુઝ બાવન રન ફટકારીને આઉટ થયો હતો. નવોદિત કામેન્દુ મેન્ડીસના આગમન બાદ ચંદીમલે આક્રમક બેટિંગ અપનાવી હતી. તેણે ૨૩૨ બોલમાં નવ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૧૮ રન ફટકાર્યા હતા તો મેન્ડીસ સાથે તેણે પાંચમી વિકેટ માટે ૧૩૩ રન પણ ઉમેર્યા હતા. આ દરમિયાન કામેન્દુ મેન્ડીસે ૧૩૭ બોલમાં ૬૧ રન ફટકાર્યા હતા. દિવસની રમતના અંતિમ તબક્કામાં મેન્ડીસ આઉટ થઈ ગયો હતો. ગોલના મેદાન પર ત્રીજા દિવસે મોટા ભાગની રમત દરમિયાન ઓસ્ટ્રેલિયન બોલર્સને સંઘર્ષ કરવો પડ્યો હતો. ખાસ કરીને સ્પિનર નાથાન લાયન અને મિચેલ સ્વેપ્સન જેવા સ્પિનર્સે જ આખો દિવસ બોલિંગ કરી હતી. લાયને ૫૬ અને સ્વેપ્સને ૩૨ ઓવર ફેંકી હતી. બંનેને બે બે વિકેટ મળી હતી.

File-02-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *