Delhi

સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો

નવીદિલ્હી
દેશમાં સંક્રમિતોની સંખ્યા ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખને વટાવી ગઈ હતી.ઉપરાંત દેશમાં ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ કુલ કેસ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ ૯૦ લાખને પાર કરી ગયા. ગયા વર્ષે, ૪ મેના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને ૨૩ જૂન, ૨૦૨૧ના રોજ, ત્રણ કરોડને વટાવી ગઈ હતી.ત્યારે હાલ ફરીએક વાર દેશમાં કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે.સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સંક્રમિતોની સંખ્યા ૩ લાખને પાર પહોંચી ગઈ છે. શનિવારે દેશમાં કોરોના વાયરસના ૩,૩૭,૭૦૪ નવા કેસ નોંધાયા છે અને ૪૮૮ દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. દેશમાં કોવિડ-૧૯ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને ૨૧,૧૩,૩૬૫ થઈ ગઈ છે, જે કુલ કેસના ૫.૪૩ ટકા છે. જ્યારે રિકવરી રેટ પણ વધીને ૯૩.૩૧ ટકા પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૨,૪૨,૬૭૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, આ સાથે કુલ સાજા થનાર દર્દીઓનો આંકડો ૩,૬૩,૦૧,૪૮૨ પર પહોંચ્યો છે. ઉપરાંત ઓમિક્રોનના અત્યાર સુધીમાં ૧૦,૦૫૦ કેસ મળી આવ્યા છે, જેમાં શુકર્વાર કરતા ૩.૬૯ ટકાનો વધારો થયો છે. હાલમાં, દૈનિક પોઝિટિવિટી રેટ ૧૭.૨૨ ટકા છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧૬.૬૫ ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૬૧.૧૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમજ જાે કોવિડ -૧૯ ના પરીક્ષણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં ૭૧.૩૪ કરોડ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯,૬૦,૯૫૪ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-૧૯ રસીકરણનો વ્યાપ વિસ્તારવામાં અને લોકોને રસી આપવાની ગતિને વેગ આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી મફત અને સીધી રાજ્ય સરકારની પ્રાપ્તિ ચેનલો દ્વારા રાજ્યોને રસીના ૧૬૦.૫૮ કરોડ (૧,૬૦,૫૮,૧૩,૭૪૫) થી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *