Delhi

સરકારે પીએફના વ્યાજદરમાં ૦.૪ ટકાનો ઘટાડો કર્યો

નવીદિલ્હી
ઈપીએફ ખાતા માટે કર્મચારીના પગારમાં ૧૨ ટકાની કપાત કરવામાં આવે છે. જાે એમ્પ્લોયરની વાત કરીએ તો તેના તરફથી કપાતનો ૮.૩૩ ટકા હિસ્સો ઈપીએસમાં જાય છે, જ્યારે બાકીનો ૩.૬૭ ટકા હિસ્સો ઈપીએફમાં જાય છે. જ્યારે કર્મચારી પાસેથી કાપવામાં આવેલા સંપૂર્ણ ૧૨% ઇપીએફમાં જાય છે. ધારો કે ૫૦ હજાર રૂપિયા પગાર છે. નવા વેતન કોડ અનુસાર, કુલ પગારનો અડધો ભાગ બેઝિક પગાર (૨૫ હજાર) છે. આવી સ્થિતિમાં પગાર પર કાપવામાં આવેલા પીએફની ગણતરી અને તેના પર મળતા વ્યાજની ગણતરી કંઈક આ પ્રકારની હશે. કર્મચારી તરફથી ઇપીએફમાં યોગદાન (૧૨ ટકા) – રૂ. ૩૦૦૦, કંપની તરફથી ઇપીએફમાં યોગદાન (૩.૬૭ ટકા)-રૂ.૯૧૮, કંપની તરફથી ઇપીએસમાં યોગદાન (૮.૩૩ ટકા)- રૂ.૨૦૮૨ એટલે કે જાે તમારી બેઝિક સેલરી ૨૫ હજાર રૂપિયા છે તો કંપની અને કર્મચારી બંને મળીને દર મહિને ઈપીએફમાં કુલ યોગદાન લગભગ ૩૯૧૮ રૂપિયા થશે. આ સાથે જ તમને ઇપીએસ એકાઉન્ટમાં દર મહિને ૨૦૮૨ રૂપિયા મળશે. પહેલાના દર પર નજર કરીએ તો વાર્ષિક ૮.૫ ટકાના દરે તમને ૩૯૧૮ રૂપિયા પર વ્યાજ મળતું હતું. જે ૩૩૩.૦૩ રૂપિયા થાય છે. એટલે કે વાર્ષિક ધોરણે તમને ૮.૫ ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજના દરે ૧,૮૭૫.૬૧ રૂપિયાનું વ્યાજ મળતું હતું. હવે પીએફ વ્યાજ દર ઘટાડીને ૮.૧ ટકા કરી દેવામાં આવ્યો છે. એટલે કે તમને દર મહિને ૩૧૭.૩૫ રૂપિયા વ્યાજ મળશે. આ રીતે ૮.૧ ટકાના કમ્પાઉન્ડિંગ રેટ પર તમને વાર્ષિક ૧,૭૮૫.૩૫ રૂપિયા વ્યાજ મળશે. ઉપરની ગણતરી માત્ર ૧ વર્ષ છે. જાે તમે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છો અને તમારા ખાતામાં મોટી રકમ જમા થઈ છે તો તમને આ મામૂલી ઘટાડાનું ખૂબ જ મોટું નુકસાન થશે. ધારો કે અત્યાર સુધી તમારા ખાતામાં ૧૦ લાખ રૂપિયા જમા થયા છે, તો ગણતરી કંઇક આ રીતે હશે. વર્ષના અંતે ૮.૫ ટકાના ચક્રવૃદ્ધિ દરે તમને ૧,૩૩,૩૬૪ રૂપિયાનું વ્યાજ મળતું હશે. જ્યારે હવે વર્ષના અંતે તમને ૮.૧ ટકાના ચક્રવૃદ્ધિ દરે ૧,૨૮,૯૫૯ રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે ૨૦૨૧-૨૨માં વ્યાજ દરમાં ૦.૪૦ ટકાના ઘટાડાથી તમને ૪,૪૦૫ રૂપિયાનું નુકસાન થશે.દેશના લગભગ ૬ કરોડ કર્મચારીઓને ઝટકો લાગ્યો છે. માર્ચમાં ઈપીએફઓએ પીએફના વ્યાજ દરને ૮.૫ ટકાથી ઘટાડીને ૮.૧ ટકા કરી દીધો હતો. એટલે કે પીએફના વ્યાજ દરોમાં ૦.૪૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ છેલ્લા ૪૦ વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે.

India-The-government-cut-interest-rates-on-PF-by-0.4-per-cent.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *