Delhi

સરકારે યુવાનોની પીડા સમજવી જાેઈએ ઃ પ્રિયંકા ગાંધી

નવીદિલ્હી
અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં વિરોધ અને પ્રદર્શન થઈ રહ્યા છે. આ વિરોધ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભરતી અંગેની તેમની દલીલોને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અવગણ્યા છે. પ્રિયંકાએ પોતાના ટ્‌વીટમાં લખ્યું કે, મેં રક્ષા મંત્રીને ૨૯ માર્ચ ૨૦૨૨ના રોજ પત્ર લખીને યુવાનોની આ માંગણીઓ પર ધ્યાન આપવા અને તાત્કાલિક ઉકેલ લાવવા વિનંતી કરી હતી, પરંતુ, સરકારે તેમના અવાજને કોઈ મહત્વ આપ્યું ન હતું. પ્રિયંકા ગાંધીના કહેવા પ્રમાણે, સરકારે સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનોના દર્દને સમજવાની જરૂર છે. તેમણે કેન્દ્ર સરકારને સેનામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ર્નિણય લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ત્રણ વર્ષથી સેનામાં કોઈ ભરતી થઈ નથી. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ગ્રામીણ યુવાનોના દર્દને સમજાે. ત્રણ વર્ષથી ભરતી થઈ નથી. યુવાનોના પગમાં ફોલ્લા છે, તેઓ હતાશ અને નિરાશ છે. યુવાનો એરફોર્સ ભરતીની રાહ જાેઈ રહ્યા છે. સરકારે કાયમી ભરતી, રેન્ક, પેન્શન બધું જ છીનવી લીધું. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ૨૯ માર્ચના રોજ લખેલા પત્રમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને આર્મીમાં ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ભરતી શરૂ કરવા અને યુવાનોને વય મર્યાદામાં બે વર્ષની છૂટ આપવા વિનંતી કરી હતી. રક્ષા મંત્રીને લખેલા પત્રમાં તેમણે એમ પણ કહ્યું કે, ભરતી, પરિણામો અને નિમણૂંકમાં લાંબા વિલંબને કારણે યુવાનોમાં ભારે હતાશા છે. રાહુલ ગાંધીનો આજે ૫૨ મો જન્મ દિવસ, સમગ્ર દેશના નેતાઓ પાઠવી શૂભેચ્છારાહુલ ગાંધીનો આજે ૫૨ મો જન્મ દિવસ, સમગ્ર દેશના નેતાઓ પાઠવી શૂભેચ્છા એરફોર્સમાં સૈનિકોની ભરતી માટે પરીક્ષા નવેમ્બર ૨૦૨૦માં લેવામાં આવી હતી અને તેનું પરિણામ પણ નવેમ્બર ૨૦૨૦માં આવ્યું હતું. તમામ કસોટીઓ પૂર્ણ થવા છતાં અને કામચલાઉ પસંદગીની યાદી બહાર હોવા છતાં તેની નોંધણી યાદી હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. આ યાદી તાત્કાલિક બહાર પાડવી જાેઈએ. કેન્દ્ર સરકાર દ્વારા સશસ્ત્ર દળોમાં નવી ભરતી યોજનાના વિરોધમાં દેશના વિવિધ ભાગોમાં વિરોધ શરૂ થયો છે. કેટલાક સ્થળોએ, વિરોધ હિંસક બન્યો કારણ કે ટ્રેનોમાં આગ લગાવવામાં આવી હતી.

India-The-government-should-understand-the-plight-of-the-youth-who-are-preparing-for-army-recruitment-Priyanka-Gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *