નવીદિલ્હી
છેલ્લા સાત નાણાકીય વર્ષોમાં કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલા કુલ ઝ્રજીઇ ભંડોળમાંથી ઓછામાં ઓછા ૬૦ ટકા શિક્ષણ, હેલ્થ કેર અને ગ્રામીણ વિકાસ (રૂરલ ડેવલોપમેન્ટ) સંબંધિત પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં હતા. લોકસભામાં એક લેખિત જવાબમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ ઝ્રજીઇ રકમના લગભગ ૩૩ ટકા મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં હતા. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૦૧૪-૧૫ થી ૨૦૨૦-૨૧ ના?સમયગાળા દરમિયાન ઝ્રજીઇ ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે,કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલા કુલ ઝ્રજીઇના લગભગ ૩૩ ટકા મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ રાજ્યોમાં છે. આવી જ રીતે, કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલા કુલ ઝ્રજીઇના લગભગ ૬૦ ટકા શિક્ષણ, આરોગ્યસંભાળ (હેલ્થ કેર) અને ગ્રામીણ વિકાસસંબંધિત પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં છે. કંપની એક્ટ, ૨૦૧૩ હેઠળ, ચોક્કસ વર્ગની નફાકારક કંપનીઓએ ચોક્કસ નાણાકીય વર્ષમાં તેમના ત્રણ વર્ષના વાર્ષિક સરેરાશ ચોખ્ખાનફાના ઓછામાં ઓછા બે ટકા ઝ્રજીઇ (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) પ્રવૃત્તિઓ માટે ફાળવવાના રહેશે. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે, તમામ ઝ્રજીઇ પાત્ર કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ રૂપિયા૨૪,૮૬૫.૪૬ કરોડનો ખર્ચ કર્યો છે. કુલ રકમમાંથી ૬,૯૪૬.૭૫ કરોડ રૂપિયા ‘સ્વાસ્થ્ય સંભાળ-સંબંધિત પ્રવૃત્તિઓ’ પર ખર્ચવામાં આવ્યા હતા,જેમાં કોવિડ-૧૯ સંબંધિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
