Delhi

સિંગર અરિજિતસિંહ અને ડાયરેક્ટર પ્રિયદર્શન ઓમિક્રોન સંક્રમિત

નવીદિલ્હી
કોરોના પોઝિટિવ લોકોની લિસ્ટમાં હવે સિંગર અરિજિત સિંહ, ડાયરેક્ટર મધુર ભંડારકર, પ્રિયદર્શન અને યૂટયુબર આશિષ ચંચલાનીનું નામ જાેડાઈ ચૂક્યું છે. અરિજીત સિંહે પોતાના કોરોના સંક્રમિત હોવાની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ફ્ેન્સને આપી છે.અરિજિતસિંહે લખ્યું ‘મારો અને મારી પત્નીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફ્લ્મિમેકર મધુર ભંડારકરે પોસ્ટ શેર કરીને લખ્યું, ‘મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમ છતાં હું કોરોનાની ઝપેટમાં આવી ગયો છું જાે કે હું હળવા લક્ષણો અનુભવી રહ્યો છું. હું ઘરે હોમ ક્વોરન્ટાઈન છું. જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારો ટેસ્ટ કરાવી લો. તમામ લોકો સુરક્ષિત રહો અને કોવિડ–૧૯ના પ્રોટોકોલનું પાલન કરો.’સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર ચાલુ છે. કોરોનાની નવી લહેરમાં અનેક સેલિબ્રિટી સંક્રમિત થઇ ચૂક્યા છે. એવામાં હવે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ–ડાયરેક્ટર પ્રિયદર્શનનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સંક્રમિત થયા પછી તેમને ચેન્નઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યા તેમની સારવાર ચાલી રહી છે. બોલિવૂડ સિંગર અરિજિત સિંહ અને તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે ફ્લ્મિમેકર મધુર ભંડારકરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની વાત જણાવી હતી. બીજી તરફ એવા પણ સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકાની તબિયત પણ લથડી છે. આશિષે કોરોના સંક્રમિત હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. તેણે લખ્યું, નમસ્કાર હું તમને બધાને કહેવા માંગુ છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોવિડના હળવા લક્ષણો છે પરંતુ શરીરમાં દુખાવો છે. હું મારા શરીરને સંપૂર્ણ આરામ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. અત્યારે હું હોમ ક્વોરન્ટાઇન છું. તમે બધા તમારંુ અને તમારા પરિવારનું ધ્યાન રાખો.

Priyadashan-Film-Director.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *