Delhi

સુપ્રીમ કોર્ટના જજને અરજીકર્તાએ આતંકવાદી ગણાવ્યા!..

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટના જજને અરજદારે આતંકવાદી કહ્યા હતા. જેના પર સીજેઆઇ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તમને થોડા દિવસો માટે જેલમાં ધકેલવા પડશે, પછી તમને ખ્યાલ આવશે. કોર્ટે રજિસ્ટ્રીને અરજદારને ‘કારણ બતાવો’ નોટિસ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અરજદાર પેન્ડિંગ કેસમાં વહેલી સુનાવણી ઈચ્છે છે. આ માટે તેણે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટના જજને આતંકવાદી ગણાવ્યા હતા. આની ટીકા કરતા ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કહ્યું કે તમે કોર્ટના જજ પર આવા આરોપો ન લગાવી શકો. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી શરૂ કરી. અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે હું કોર્ટમાં તમારો બચાવ ત્યારે જ શરૂ કરીશ જ્યારે તમે તમારી ભૂલ માટે માફી માગશો. તેના પર અરજદારે જજને આતંકવાદી કહેવા બદલ કોર્ટમાં માફી માગી હતી. તેણે કહ્યું કે મેં કોરોના મહામારીના સમયે અરજી દાખલ કરી હતી, ત્યારે હું ખૂબ જ પરેશાન હતો. તેના પર બેન્ચે કહ્યું કે તમારી માફી પૂરતી નથી, તમારું આ વલણ કોર્ટનું અપમાન છે. અમે તમને ‘કારણ બતાવો’ નોટિસ મોકલીશું કે, શા માટે તમારી સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ ન થવી જાેઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે અમે તમારી અરજી પર સમય પહેલા સુનાવણી કરી શકતા નથી, અરજીને ફગાવી દેવી જાેઈએ. ઉપરાંત, કોર્ટે અરજદારના વર્તન અંગે એફિડેવિટ દાખલ કરવા માટે ૩ અઠવાડિયાનો સમય આપ્યો છે. સીજેઆઇ તમે વહેલી સુનાવણી માટે ક્યારે અરજી દાખલ કરી? અરજદાર – પ્રથમ વખત માર્ચ ૨૦૨૧માં અને બીજી વખત જુલાઈ ૨૦૨૧માં. જસ્ટિસ હિમા કોહલી- તમે પહેલી અરજીમાં પણ આવી જ વાતો લખી હતી? અરજદાર – હા. જસ્ટિસ હિમા કોહલી – ખૂબ સરસ. બેન્ચે વહેલી સુનાવણી માટે અરજદારની અરજી ફગાવી દીધી હતી. તેમજ કારણ બતાવો નોટિસ પણ આપી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે અરજદારની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *