Delhi

સુપ્રીમ કોર્ટે ‘ભૂલી જવાના અધિકાર’ને આપી માન્યતા

નવીદિલ્હી
આપણા બંધારણમાં મૂળભૂત અધિકારો અંતર્ગત દેશના દરેક નાગરિકને સમાન અધિકારો અને દરજ્જાે આપવામાં આવે છે. ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટે ગોપનીયતાના અધિકારના પાસા તરીકે ‘ભૂલી જવાના અધિકાર’નો સ્વીકાર કર્યો છે. જાતીય ગુનાના કેસમાં સુનાવણી દરમિયાન ટોચની અદાલતે બંને પક્ષોની વ્યક્તિગત વિગતો છુપાવવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં યૌન અપરાધની પીડિતાએ સુપ્રીમ કોર્ટથી વિગતો છુપાવવાની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે, જાે કેસ સંબંધિત વિગતો જાહેર કરવામાં આવે તો તેને શરમજનક અને સામાજિક લાંછનનો સામનો કરવો પડશે. આ મામલાની સુનાવણી કરી રહેલી જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, “આ રીતે અમે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને આ મુદ્દાની તપાસ કરવા અને અરજદાર અને પ્રતિવાદી નંબર ૧ બંનેનું નામ અને સરનામું કેવી રીતે છુપાવી શકાય તે જાણવા માટે કહીએ છીએ. જેથી તેઓ કોઈ પણ સર્ચ એન્જિનમાં ન દેખાય.” સુપ્રીમ કોર્ટની બેન્ચે પીડિતાની અરજીનો નિકાલ કરતાં ૧૮ જુલાઇના પોતાના આદેશમાં કહ્યું હતું કે, આજથી ત્રણ સપ્તાહની અંદર રજિસ્ટ્રી દ્વારા જરૂરી કામ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાના આદેશમાં નોંધ્યું છે કે, “જાે પ્રતિવાદી નંબર ૧નું નામ દેખાય તો પણ તે જ પરિણામ આપે છે. અરજદારે ‘ભૂલી જવાનો અધિકાર’ એ ગોપનીયતાનો અધિકાર હોવાની દલીલ કરી છે. તેમજ પ્રતિવાદીનું નામ, સરનામું, ઓળખ સંબંધિત વિગતો અને કેસ નંબર સાથે કેસ નંબર પણ દૂર કરવો જાેઈએ. જેથી આ વિગતો સર્ચ એન્જિન પર દેખાય નહીં.” પીડિતાની અરજીને પ્રતિવાદી નંબર ૧ના વકીલે પણ સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે ૨૪ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં બંધારણ હેઠળ ‘ગોપનીયતાના અધિકાર’ને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો હતો. સર્વસંમત ચુકાદામાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરની અધ્યક્ષતાવાળી નવ જજાેની બંધારણીય ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે ગોપનીયતાનો અધિકાર બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ બાંહેધરી આપવામાં આવેલા ‘જીવન અને સ્વતંત્રતાના અધિકાર’નો એક ભાગ છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *