Delhi

સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં ટૂ ફીંગર ટેસ્ટ પર લગાવ્યો પ્રતિબંધ, આવું કરનારા પર થશે કાર્યવાહી

નવીદિલ્હી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે રેપના કિસ્સામાં ટૂ ફિંગર ટેસ્ટ પર બેન લગાવી દીધો છે. તેની સાથે જ કોર્ટે ચેતવણી આપી છે કે, જાે કોઈ વ્યક્તિ આવી રીતે ટેસ્ટ કરે છે તો તેને વ્યક્તિને દોષિત ઠેરવી શકાશે. રેપ હત્યાના એક કેસમાં ચુકાદો સંભળાવતા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું કે, પીડિતાનું યૌન ઈતિહાસ પુરાવાના મામલામાં કોઈ સામગ્રી નથી. ન્યાયમૂર્તિએ કહ્યું કે, આ ખેદજનક છે કે આજે પણ ટૂ ફિંગર ટેસ્ટ ચાલી રહ્યો છે. કોર્ટે ચેતવણી આપી છે કે, બળાત્કારના કેસમાં ટેસ્ટ કરનારા વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવશે. તેની સાથે જ કોર્ટે મેડિકલ કોલેજાેમાં અધ્યયન સામગ્રીમાંથી ટૂ ફીંગર ટેસ્ટને હટાવાનો આદેશ આપતા કહ્યું કે, બળાત્કાર પીડિતાની તપાસ કરવી તે અવૈજ્ઞાનિક આક્રામક રીતે યૌન ઉત્પીડનનો શિકાર મહિલાને ફરીથી પ્રતાડિત કરે છે અને તેની સાથે ઘટેલી ઘટનાને ફરી વાર તાજી કરાવે છે. હકીકતમાં સુનાવણી દરમિયાન બળાત્કાર અને હત્યાના આ કેસમાં વડી અદાલતે હાઈકોર્ટના આરોપીને મુક્ત કરવાના આદેશને ફેરવી નાખ્યો હતો. સાથે જ આરોપીને આ કેસમાં આજીવન કેદની સજા સંભળાવી હતી. જેના પર સુનાવણી ચાલી રહી હતી. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં આ પ્રથાને અસંવૈધાનિક માની હતી અને કહ્યું હતું કે, આવી રીતે ટેસ્ટ કરી શકાય નહીં. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર પણ ટૂ ફીંગર ટેસ્ટને અવૈજ્ઞાનિક બતાવી ચુકી છે. માર્ચ ૨૦૧૪માં હેલ્થ મિનિસ્ટ્રીએ રેપ પીડિતાઓ માટે નવી ગાઈડલાઈન બનાવી હતી, જેમાં તામ હોસ્પિટલોમાંથી ફોરેન્સિક અને મેડિકલ એક્ઝામિનેશન માટે ખાસ લેબ બનાવા માટે કહ્યું હતું. ગાઈડલાઈનમાં ટૂ ફીંગર ટેસ્ટ માટે સ્પષ્ટ ના પાડી છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *