Delhi

સુપ્રીમ કોર્ટ કાયદા મંત્રી કિરણ રિજ્જુએ કોલેજિયમને લઈને કરેલ નિવેદન પર નારાજ!

નવીદિલ્હી
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજ્જુ દ્વારા કોલેજિયમ સિસ્ટમને લઈને કરવામાં આવેલ નિવેદન સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ન્યાયાધીશોની નિમણૂકની કોલેજિયમ પ્રણાલી પર કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવું ના થવું જાેઈએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કાયદા મંત્રી દ્વારા ટીવી ચેનલ પર કોલેજિયમને લઈને કરેલી નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધુ હતું. સાથોસાથ કેન્દ્ર સરકારને પુછ્યુ છે કે, કોલેજિયમ તરફથી મોકલવામાં આવેલા નામોને કેન્દ્ર સરકારે હજુ સુધી કેમ મંજૂરી નથી આપી?.. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એએસ ઓકાની બેન્ચે કહ્યું કે, કૉલેજિયમ સિસ્ટમ પર કેન્દ્રીય પ્રધાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ના થવી જાેઈએ. સુપ્રીમ કોર્ટની નારાજગી પર પોતાની વાત રાખતા સોલિસિટર જનરલે કહ્યું કે ક્યારેક મીડિયામાં છપાયેલા સમાચાર ખોટા પણ હોઈ શકે છે. જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે એવું લાગે છે કે સરકાર એનજેએસીને બંધારણીય માન્યતા ન મળવાથી નાખુશ છે. પરંતુ જાે સરકાર લાંબા સમય સુધી નામ મંજૂર ન કરે અને ફાઇલ હોલ્ડ પર રાખે તો આ કરી શકાતું નથી. આ કેસની હવે પછીની આગામી સુનાવણી ૮મી ડિસેમ્બરે હાથ ધરાશે. જસ્ટિસ કૌલે કહ્યું કે સરકાર પોતાનો વાંધો દર્શાવ્યા વિના નામ પાછા ખેંચી શકે નહીં. મેં હાઈકોર્ટના નામ પર કોઈ ટિપ્પણી કરી નથી, કારણ કે ૪ મહિના વીતી ગયા નથી, પરંતુ આ નામ દોઢ વર્ષથી પેન્ડિંગ છે. તમે નિમણૂકની રીતથી નિરાશ થઈ રહ્યા છો, અમે નામ મંજૂર ના થવાની સમસ્યા જાણવા માટે જ નોટિસ આપી છે. જસ્ટિસ કૌલે એમ પણ કહ્યું કે એકવાર નામનું પુનરાવર્તન થઈ જાય તો તેને આ રીતે નામ આપવાનો શો અર્થ છે. આનો અર્થ એ છે કે તમે વરિષ્ઠતાને સંપૂર્ણપણે અવગણો છો, કોલેજિયમ આ બધું ધ્યાનમાં લે છે. આ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હોય છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, તેનું પાલન કરવું પડશે. આવા ઘણા કેસ પેન્ડિંગ છે. સારા લોકોએ બેન્ચમાં હાજરી આપવી જાેઈએ અને અપવાદ ન હોય તો સમયમર્યાદાનું પાલન કરવું જાેઈએ. એટર્ની જનરલે કહ્યું કે હું તમને બતાવી શકું છું કે આ પ્રક્રિયાની વિશ્વસનીયતા કેવી રીતે વધારવી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાે એટર્ની જનરલ કહે છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે તો તે એકદમ યોગ્ય છે. સોલિસિટર જનરલ અને એટર્ની જનરલ બંનેએ અહીં કામ કરવું જાેઈએ તમારે ચિંતા સમજવી જાેઈએ. એકવાર સમય મર્યાદા નક્કી થઈ જાય પછી તેનું પાલન કરવું જાેઈએ. તમને જણાવી દઈએ કે કાયદા મંત્રીએ કહ્યું હતું કે અદાલતો અથવા કેટલાક ન્યાયાધીશોના ર્નિણયને કારણે બંધારણ માટે કંઈપણ પરાયું હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે કેવી રીતે આશા રાખી શકો કે દેશ તે ર્નિણયને સમર્થન આપશે.કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું હતુ કે કોલેજિયમ સિસ્ટમ આપણા બંધારણ પ્રત્યે સંપૂર્ણપણે અજાણી પરિભાષા છે. તેમણે એમ પણ કહ્યું હતુ કે, તમે મને કહો કે કોલેજિયમ સિસ્ટમનો ઉલ્લેખ કઈ જાેગવાઈમાં કરવામાં આવ્યો છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *