નવીદિલ્હી
બડગામના જાેલવા ક્રાલપોરા ચદૂરામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ પોલીસ, સેના અને ઝ્રઇઁહ્લ અધિકારીઓની એક ટીમે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે ત્રણ આતંકવાદીઓમાંથી એકની ઓળખ શ્રીનગરના નૌગામના વસીમ મીર તરીકે થઈ છે. “પ્રારંભિક તપાસ અને પ્રાપ્ત દસ્તાવેજાેના આધારે અન્ય બે આતંકવાદીઓ વિદેશી નાગરિકો હોવાનું જણાય છે. જાે કે તેની સાચી ઓળખ શું છે તે જાણવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળેથી ત્રણ એકે-૫૬ રાઈફલ પણ મળી આવી છે. પોલીસે જણાવ્યું હતું કે મીર ડિસેમ્બર ૨૦૨૦થી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો અને ગયા વર્ષે ૨૨ જૂને પોલીસ અધિકારી ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદની હત્યામાં સામેલ હતો. આઈજીપી કુમારે કહ્યું, ‘આતંકવાદીઓએ સંયુક્ત ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બાદમાં ઝ્રઇઁહ્લ પણ આ ઓપરેશનમાં જાેડાયું હતું. તેમણે કહ્યું, ‘સંયુક્ત ટીમે તમામ નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાની ખાતરી કરી. અંધકારને કારણે કોઈ નુકસાન ન થાય તે માટે સર્ચ ઓપરેશન રાત્રી દરમિયાન મોકૂફ રાખવામાં આવ્યું હતું અને શુક્રવારે વહેલી સવારે ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક અધિકારી પણ ઘાયલ થયો હતો. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. તે ઈદગાહ શ્રીનગરમાં અલી મસ્જિદ ચોક પાસે ઝ્રઇઁહ્લ બંકર પર થયેલા ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો, જેમાં એક નાગરિક અને એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. તે મધ્ય કાશ્મીરના યુવાનોનું બ્રેઈનવોશ પણ કરતો હતો અને તેમને આતંકવાદી જૂથોમાં જાેડાવા માટે પ્રેરિત કરતો હર્તો આ પહેલા પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના ચાંદગામ ગામને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો સાથે ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રાતે થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્રણ આતંકીઓના મોત બાદ છેલ્લા સાત દિવસમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વધીને ૧૯ થઈ ગઈ છે.