Delhi

સેન્ટર ફોર પોલિસી એનાલિસિસે ભારતના મોડલના વખાણ કરી કહ્યું “સૌથી વધુ સમાવિષ્ટ રાષ્ટ્ર”

નવીદિલ્હી
શોધ સંગઠન સેન્ટર ફોર પોલિસી એનાલિસિસે કેટલાય દેશોમાં તેમના સંબંધી ધાર્મિક અલ્પસંખ્યકોને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ધાર્મિક અલ્પસંખ્યકોનો સમાવશે અને વ્યવહારના મામલામાં તમામ દેશોની યાદીમાં ભારત સૌથી ઉપર છે. ભારતીની અલ્પસંખ્યક નીતિને લઈને આ રિપોર્ટ જણાવે છે કે, આ મોડલ વિવિધતાને પ્રોત્સાહન આપવા પર ભાર આપે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતના સંવિધાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોને સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રચાર માટે વિશેષ જાેગવાઈ છે. દુનિયાના કોઈ પણ અન્ય સંવિધાનમાં ધાર્મિક અને ભાષાઈ અલ્પસંખ્યકોને પ્રચાર માટે આવી વિશેષ જાેગવાઈ મળેલી નથી. શોધ સંગઠનના રિપોર્ટમાં કહેવાયું છે કે, કેટલાય અન્ય દેશોથી અલગ ભારત એક માત્ર એવો દેશ છે, જ્યાં કોઈ પણ ધર્મને કોઈ પણ સંપ્રદાય પર કોઈ પ્રતિબંધ નથી. તેમાં કહેવાયું છે કે, ભારતની અલ્પસંખ્યક નીતિને તેના સમાવેશી ચરિત્ર અને અલગ અલગ ધર્મો અને તેના સંપ્રદાયોના સંબંધમાં ભેદભાવપૂર્ણ વિના પ્રકૃતિના કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અન્ય દેશો માટે એક મોડલ તરીકે ઉપયોગ કરી શકે છે. જાે કે, ઘણી બધી વાર , તેના વાંચિત પરિણામ આવતા નથી. બહુસંખ્યક અને અલ્પસંખ્યક સમુદાયની વચ્ચે, ખાસ કરીને મુસ્લિમ સમુદાય વચ્ચે અલગ અલગ મુદ્દા પર સંઘર્ષના રિપોર્ટ આવતા રહે છે. આ ભારતની અલ્પસંખ્યક નીતિની સમીક્ષાની માગ કરે છે, જાે ભારત, દેશમાં સંઘર્ષપૂર્ણ સ્થિતિઓને બચાવવા માગે છે, તો ભારતે પોતાની અલ્પસંખ્યક નીતિને યુક્તિસંગત બનાવાની જરુરિયાત છે. સેન્ટર ફોર પોલિસી એનાલિસિસિ દ્વારા તૈયાર કરવામાં આવેલા વૈશ્વિક અલ્પસંખ્યક રિપોર્ટમાં અલગ અલગ દેશોના અલ્પસંખ્યકો વિરુદ્ધ ધર્મ-ઉન્મુખ ભેદભાવની સ્થિતિ વિશે આંતરરાષ્ટ્રીય સમુદાયને સંવેદનશીલ બનાવવા માટે છે. આ રિપોર્ટ એ તમામ ચિંતાઓને દર્શાવે છે, જેનો અલગ અલગ ધાર્મિક સમુદાય અને સંપ્રદાયને અલગ અલગ દેશોમાં સામનો કરવો પડે છે. શોધ સંગઠનના કાર્યકારી અધ્યક્ષ, દુર્ગા નંદ ઝા કહે છે કે, આ રિપોર્ટનું મહત્વ પહેલી આંતરરાષ્ટ્રીય રિપોર્ટ હેવામાં નિહિત છે, જે દેશને તેમના સંબંધિત ધાર્મિક અલ્પસંખ્યકો પ્રત્યે તેમના દ્રષ્ટિકોણના આધાર પર ગ્રેડ આપે છે. આ ઉપરાંત અહીં બિન પશ્ચિમી અને આફ્રિકી-એશિયાઈ દેશોના એક સંગઠન દ્વારા પ્રથમ રિપોર્ટ છે, જેમાં અમુક માપદંડો દ્વારા અલગ અલગ દેશોના અનુક્રમણ કર્યું છે, આ તમામ ધર્મવાદીઓના હિતમાં છે, કારણ કે, તમામ દેશોમાં કોઈ પણ ધર્મવાદીનો બહુમત નથી. જાે કોઈ ધર્મના અનુયાયીઓ અમુક દેશોમાં બહુસંખ્યક છે, તો તે અમુક દેશોમાં અલ્પમતમાં છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *