Delhi

સોનાલી ફોગાટ કેસની તપાસ સીબીઆઈની સોંપાશે?

નવીદિલ્હી
ભાજપ નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટના મોતનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. આ વચ્ચે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સીબીઆઈ તપાસને લઈને મોટી વાત કહી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ કે તમામ ઔપચારિકતાઓ બાદ જાે જરૂર પડી તો સોનાલી ફોગાટનો મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની સાથે વાત થઈ છે. મુખ્યમંત્રી ખટ્ટરે આ મામલામાં ઉંડાણથી તપાસની વિનંતી કરી છે. ગોવાનના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે લીલી ઝંડી આપી અને તપાસ માટે પોતાનું સમર્થન આપતા કહ્યું કે જાે જરૂર પડી તો ગોવા સરકાર મામલાની આગળની તપાસ સીબીઆઈને સોંપી દેશે. સોનાલી ફોગાટની હત્યા પર ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને સીબીઆઈ તપાસથી કોઈ સમસ્યા નથી. અભિનેત્રી સોનાલી ફોગાટના પરિવારે હરિયાણાના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ પહેલા અંજુના પોલીસે વધુ એક ડ્રગ પેડલર રમા માંડ્રેકરની ધરપકડ કરી હતી. આ મામલામાં અત્યાર સુધી કુલ પાંચ લોકોની ધરપકડ થઈ છે. આ પહેલા શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોનાલી ફોગાટના પરિવારને અભિનેત્રીના મોતની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનું આશ્વાસન આપ્યું હતું. ફોગાટની બહેન રૂપેશે ચંદીગઢમાં સીએમ ખટ્ટર સાથે મુલાકાત બાદ આ વિશે જાણકારી આપી હતી. ગોવા પોલીસ પ્રમાણે તપાસથી જાણવા મળ્યું છે કે ડ્રગ્સની સપ્લાય દત્તાપ્રસાદ ગાંવકર નામના વ્યક્તિએ કરી હતી, જે અંજુનાની હોટલ ગ્રાન્ડ લિયોની રિઝોર્ટમાં કામ કરતો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *