Delhi

સોનિયા ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓ પાસે દ્રૌપદી મુર્મુએ સમર્થન માંગ્યું

નવીદિલ્હી
આદિવાસી સમાજમાંથી આવતી દ્રૌપદી મુર્મ ઓડિશાની વતની છે અને તેણે ૨૦૧૫ થી ૨૦૨૧ વચ્ચે ઝારખંડના રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું. દ્રૌપદી મુર્મુ ઝારખંડની પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ પણ રહી ચૂકી છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તે ભારતનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા હશે.રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. મુર્મુ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે જ્યારે વિપક્ષના યશવંત સિંહા આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. શુક્રવારે પોતાનું નામાંકન ભર્યા બાદ દ્રૌપદી મુર્મુએ વિરોધ પક્ષો પાસેથી સમર્થન માંગ્યું છે. દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને એનસીપીના વડા શરદ પવાર સાથે વાત કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઉમેદવારી માટે તેમની પાર્ટીનું સમર્થન માંગ્યું છે. વિપક્ષી પાર્ટીઓ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શરદ પવાર સહિત ઘણા નેતાઓના નામ સામે આવ્યા હતા પરંતુ તેમણે ઉમેદવાર બનવાની ના પાડી દીધી હતી. જે બાદ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઘણા પ્રયત્નો કર્યા, ત્યારબાદ તેમને તેમની પાર્ટીના નેતા કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને ૧૭ વિપક્ષી પાર્ટીઓના સામાન્ય ઉમેદવાર બનાવવાની તક મળી. વિપક્ષને યશવંત સિંહાના નામ પર એક થવું મુશ્કેલ થઈ શકે છે. આવી સ્થિતિમાં દ્રૌપદી મુર્મુનુ પલડુ ભારે લાગે છે.

India-draupadi-murmu.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *