નવીદિલ્હી
૧૩ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના પ્રસારણ માટે લોકોના મંતવ્યો અને સૂચનો માંગ્યા હતા. કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ના કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને ગહેરી વાતોથી સંબોધિત કરતા હોય છે. આ માસિક રેડિયો ‘મન કી બાત’ કાર્યક્રમનો આ ૮૬મો એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરીને, આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભાષા પર ચર્ચા કરી અને કહ્યું કે, ભારતની એવી ૧૪ ભાષાઓ છે કે જેનો લોકો તેમના રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે. જેમ આપણું જીવન આપણી માતા દ્વારા ઘડવામાં આવે છે, તેવી જ રીતે આપણી માતૃભાષા પણ આપણા જીવનને ઘડે છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યુવાનો પોતાની રીતે ભારતીય ભાષાઓના લોકપ્રિય ગીતોના વીડિયો બનાવી શકે છે. ભારત ભાષાઓમાં એટલો સમૃદ્ધ છે કે તેની તુલના કરી શકાતી નથી. આપણને આપણી વિવિધ ભાષાઓ પર ગર્વ હોવો જાેઈએ. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ કેટલાક લોકો એવા માનસિક સંઘર્ષમાં જીવી રહ્યા છે, જેના કારણે તેઓને તેમની ભાષા, તેમના પહેરવેશ, ખાવા-પીવાની બાબતમાં સંકોચ હોય છે, જ્યારે વિશ્વમાં બીજે ક્યાંય એવું નથી. મિલ એ વિશ્વની સૌથી જૂની ભાષા છે અને દરેક ભારતીયને એ વાત પર ગર્વ હોવો જાેઈએ કે આપણી પાસે વિશ્વનો આટલો વિશાળ વારસો છે. એ જ રીતે જેટલા પ્રાચીન ગ્રંથો છે. તેમની અભિવ્યક્તિ પણ આપણી સંસ્કૃત ભાષામાં છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતનો અમૂલ્ય વારસો ઈટાલીથી લાવ્યા છીએ. મારા માટે ખૂબ જ આનંદની વાત છે. વિશ્વભરમાં લાખો લોકો આયુર્વેદનો ઉપયોગ કરી રહ્યા છે. આ ક્ષેત્રમાં કામ કરતા લોકો પાસેથી ચોક્કસપણે પ્રેરણા લેવાની જરૂર છે.થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન અંજનેયાર હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. હનુમાનજીની આ મૂર્તિ પણ ૬૦૦-૭૦૦ વર્ષ જૂની હતી. આ મહિનાની શરૂઆતમાં અમને ઓસ્ટ્રેલિયામાં એ મળી. આપણા હજારો વર્ષના ઈતિહાસમાં દેશના ખૂણેખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી. તેમાં પણ આદર, શક્તિ, કૌશલ્ય અને વિવિધતા હતી અને આપણી દરેક મૂર્તિના ઈતિહાસમાં સમયની અસર દૃશ્યમાન થાય છે. મન કી બાત કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સિવાય વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આજથી થોડા દિવસ પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. આજે મહિલાઓ દરેક માન્યતા તોડી રહી છે. દેશમાં દીકરીઓ સૈન્ય શાળાઓમાં પ્રવેશ મેળવી રહી છે.
