Delhi

સૌરવ ગાંગુલીના ઘરે ગૃહમંત્રી અમિત શાહ ડિનર કરવા પહોંચ્યા

નવીદિલ્હી
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ઘરે ગૃહ મંત્રી અમિત શાહ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી તેમના ઘરે ડિનર કરવા પહોંચ્યા હતા. જ્યાં દાદાએ તેમના માટે શાકાહારી ભોજન બનાવ્યું હતું. અમિત શાહ સાથે દાદાની આ મુલાકાત બાદ તેમન રાજકારણમાં પગ રાખવાની અટકળો તેજ થઈ ગઈ છે. જાે કે, સૌરવ ગાંગુલીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ડિનરને કોઈ રાજકીય અર્થ કાઢવામાં આવે નહીં. સૌરવ ગાંગુલીએ કહ્યું- હું અમિત શાહને એક દાયકા કરતા પણ વધારે સમયથી ઓળખું છું. તેઓ ઘણી વખત મને મળી ચૂક્યા છે. અમારી પાસે વાત કરવા માટે ઘણું બધુ છે. હું તેમને ૨૦૦૮ થી ઓળખું છું. હું તેમના પુત્ર સાથે કામ કરું છું. સૌરવ ગાંગુલીએ મીડિયાને વધુમાં જણાવ્યું કે, અમિત શાહ શાકાહારી છે. તેથી તેમના માટે ઘરમાં શાકાહારી ભોજન બનાવવામાં આવ્યું છે. તેમને જણાવી દઈએ કે, અમિત શાહ બે દિવસ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમિત શાહે પોતે જ સૌરવ ગાંગુલીના ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. અમિત શાહે શુક્રવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ‘તીન બીઘા’ કોરિડોરનું પણ નિરિક્ષણ કર્યું અને સરહદ સુરક્ષા દળના અધિકારીઓ-જવાનો સાથે સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ વચ્ચે મ્ઝ્રઝ્રૈં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકાતામાં તેમના ઘર પર ગૃહ મંત્રી અમિત શાહ માટે એક શાનદાર ડિરન પ્લાન કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *