નવીદિલ્હી
દક્ષિણ કોરિયાના ન્યાયિક અધિકારીઓના કેહવા મુજબ, સ્ક્વિડ ગેમના અભિનેતા ઓ યેઓંગ-સુ પર જાતીય ગેરવર્તણૂંકનો આરોપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ૭૮ વર્ષીય વ્યક્તિ પર ૨૦૧૭માં એક મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ છે. જાેકે સ્થાનિક મીડિયાના અહેવાલમાં ઓ યેઓગે આ આરોપને નકારી કાઢ્યો છે તેમ જણાવાયું છે. આ વર્ષની શરૂઆતમાં આવેલી ચાર્ટ-ટોપિંગ નેટફ્લિક્સ થ્રિલરમાં તેના અભિનય પછી સિરીઝમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર તે પ્રથમ દક્ષિણ કોરિયન અભિનેતા બન્યો હતો. દેશ વિદેશમાં સ્ક્વિડ ગેમના ચાહકોમાં તેમનું ખુબ જ માન અને ચાહના છે. એક કલાકાર તરીકે સહુ કોઈ તેમને ખુબ માન આપે છે. યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર કથિત પીડિતાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં મિસ્ટર ઓ વિરુદ્ધ પોલીસમાં પ્રથમ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ મિ. ઓ વિરુદ્ધ કોઈ આરોપ લગાવ્યા વિના એપ્રિલમાં કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. એજન્સીના અહેવાલ મુજબ, ફરિયાદ પક્ષે હવે “પીડિતાની વિનંતી પર” તપાસ ફરી શરૂ કરી છે. મિસ્ટર ઓ પર હવે અટકાયત વિના આરોપ મૂકવામાં આવ્યો છે. છહ્લઁ સમાચાર એજન્સી દ્વારા ટાંકવામાં આવેલા સ્થાનિક અહેવાલો અનુસાર, આરોપ બાદ સિઓલના કલ્ચરલ મંત્રાલયે મિસ્ટર ઓને દર્શાવતા સરકારી કોમર્શિયલનું પ્રસારણ પણ બંધ કરવાનો ર્નિણય કર્યો હતો. જીૂેૈઙ્ઘ ય્ટ્ઠદ્બી – દ્ગીંકઙ્મૈટની અત્યાર સુધીની સૌથી લોકપ્રિય અને એક રોમાંચક સિરીઝ છે. જેમાં એક ગ્રુપ દ્વારા બાળકોની કેટલીક રમતોને ઘાતક રીતે રમાડી જંગી રોકડ પુરસ્કાર આપવાની લાલચે સ્પર્ધકોને ભેગા કરવામાં આવે છે અને આ માટે સ્પર્ધા કરતા દેવાથી ડૂબેલા લોકોની તેમાં વાર્તા કહે છે. મિસ્ટર ઓ સર્વાઈવલ કોમ્પિટિશનમાં સૌથી વૃદ્ધ સહભાગીની ભૂમિકા ભજવે છે. તે સ્ક્વિડગેમના ઘણા ચાહકોનું મનપસંદ પાત્ર પણ રહી ચુક્યા છે.