નવીદિલ્હી
જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે ભારત અને પાકિસ્તાનના ભાગલા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. જબલપુરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે જાે ભારત અને પાકિસ્તાનનું વિભાજન સ્વીકારવામાં આવ્યું છે તો ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જાેઈએ. કારણ કે ભારત અને પાકિસ્તાનનું વિભાજન ધર્મના આધારે થયું હતું. પરંતુ વિવાદ વધતાં રાજકારણ શરૂ થયું અને પછી ભારત અને પાકિસ્તાનમાં યથાસ્થિતિ સર્જાઈ અને મુસ્લિમો ભારતમાં સ્થાયી થયા. તેમણે કહ્યું કે વાસ્તવમાં ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જવું જાેઈએ, તો જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ સમાપ્ત થઈ શકે છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે એ પણ કહ્યું હતું કે અખંડ ભારતના ભાગલાને કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ઘણા ધાર્મિક સ્થાનો રહી ગયા છે. પીઓકેમાં એક ધાર્મિક સ્થળ પણ છે જ્યાં પૂજા કરવી જાેઈએ. શંકરાચાર્યએ કહ્યું કે અમે ટૂંક સમયમાં જ પીઓકેની મુલાકાત લઈશું અને ત્યાં સ્થિત ધાર્મિક સંસ્થાઓની સમીક્ષા કરીશું. તેમણે બોલિવૂડને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ કહ્યું કે બોલિવૂડમાં બની રહેલી ફિલ્મો અને સિરિયલોમાં હિંદુ દેવી-દેવતાઓનું સતત અપમાન થઈ રહ્યું છે. અપમાનનો આ સિલસિલો બોલિવૂડમાં ઘણા દાયકાઓથી ચાલી રહ્યો છે. હિન્દુ અને હિન્દુત્વને ટાર્ગેટ કરીને ફિલ્મ બનાવવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. તેથી હવે તેઓએ ર્નિણય લીધો છે કે સેન્સર બોર્ડ જે રીતે કામ કરે છે તે રીતે ફિલ્મોની તપાસ કરવા માટે એક ધાર્મિક સમિતિની પણ રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હિંદુ ધર્મના જાણકાર અને વિદ્વાનોને તેમાં રાખવામાં આવશે. આ વિદ્વાન કોઈપણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તે ફિલ્મ જાેઈ લેશે. જાે આ ફિલ્મ ખોટી અને હિંદુ ધર્મને કોઈ પણ રીતે ઠેસ પહોંચાડતી જણાશે તો ફિલ્મ નિર્માતાઓને નોટિસ મોકલીને તેને સુધારવા માટે કહેવામાં આવશે. શંકરાચાર્યએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે હિંદુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન બંધ થવું જાેઈએ. આ સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે શંકરાચાર્યની નિમણૂકને લઈને ઉભા થયેલા અખાડાઓને પણ ખરુંખોટું સંભાળ્યું છે.