Delhi

હનુમાનગઢીના મહંત રાજુ દાસે પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી

નવીદિલ્હી
શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેની ફિલ્મનું ‘બેશરમ સોંગ’ રિલીઝ થયું હતું. આ ફિલ્મને લઈને સંત સમાજ નારાજ છે. સંત સમાજે ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો વિવાદ વધારે ઘેરો બન્યો છે. ફિલ્મમાં એક ગીત પર સંતોએ નારાજગી વ્યક્ત કરી છે. અયોધ્યાના સંતોએ ભગવા માટે રેલી કાઢી. સંત સમાજે શાહરૂખ ખાન પર સનાતન વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. હનુમાનગઢીના મહંત રાજુ દાસે કહ્યું કે અમારી આસ્થાને ઠેસ પહોંચી રહી છે. બોલીવુડ અને હોલીવુડ બંને સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે, સનાતન ધર્મની સંસ્કૃતિની મજાક ઉડાવવામાં શાહરૂખ ખાનની હંમેશા ભૂમિકા રહી છે. હનુમાનગઢીના મહંત રાજુ દાસે ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપીને જનતાને અપીલ કરી છે કે, “જ્યાં ફિલ્મ ‘પઠાણ’ બતાવવામાં આવે તે સિનેમા હોલને સળગાવી દો. જ્યાં સુધી દુષ્ટો સાથે ખોટું નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ અટકશે નહીં.”

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *