Delhi

હવાઈ મુસાફરીમાં દિવ્યાંગ પેસેન્જરને ડોક્ટર તપાસી પછી ફ્લાઈટમાં કરવી કે નહીં તે જણાવશે

નવીદિલ્હી
હવાઈ મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડીજીસીએ એ હવે હવાઈ મુસાફરી કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે દિવ્યાંગ પેસેન્જર ફ્લાઈટમાં બેસવા માટે ફિટ છે કે નહીં, આ કામ એરલાઈન્સ કંપનીઓ નહીં પરંતુ ડોક્ટર નક્કી કરશે. જાે ડોક્ટર ટેસ્ટમાં કોઈ મુસાફર અયોગ્ય ઠરશે તો તેણે ફ્લાઈટમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં. આ ર્નિણય રાંચી એરપોર્ટની ઘટના બાદ લેવાયો છે. જ્યાં ઇન્ડિગોએ એક દિવ્યાંગ બાળકને પ્લેનમાં મુસાફરી કરવા માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ આ ઘટનાનો વિરોધ થયો હતો. ઈન્ડિગોની આ કાર્યવાહી પર કડકાઈ બતાવતા ડ્ઢય્ઝ્રછએ ૫ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૭ મેના રોજ એક વિકલાંગ બાળકને રાંચી-હૈદરાબાદ ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વાસ્તવમાં તે બાળક ખૂબ જ નર્વસ દેખાતો હતો. પછી ઈન્ડિગો પર કડકાઈ દેખાડતા ડીજીસીએએ ઈન્ડિગોના કર્મચારીઓનું વર્તન ખોટું હોવાનું કહીને ૫ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો અને તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ. દેશની એરલાઇન કંપનીઓ પર નિયામન કરતી સર્વોચ્ચ નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ)એ પોતાના આદેશમાં જણાવ્યું છે કે, ‘એરલાઇન કોઇપણ મુસાફરને વિકલાંગતાના આધારે વિમાનમાં બેસવો દેવો કે નહીં તેની પરવાનગી આપવાનો ઇનકાર કરશે નહીં. જાે કોઈ એરલાઈન્સને લાગે છે કે ફ્લાઇટમાં જે તે પેસેન્જરનું સ્વાસ્થ્ય બગડી શકે છે, તો તે પેસેન્જરને ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી પડશે. ત્યારબાદ ડૉક્ટર સ્પષ્ટપણે પેસેન્જરની મેડિકલ કન્ડિશન વિશે માહિતી આપશે. ડૉક્ટર કહેશે કે પેસેન્જર યોગ્ય છે કે નહીં. ડૉક્ટરની સલાહ લીધા પછી જ એરલાઈન્સ કંપનીઓ કોઈ ર્નિણય લઈ શકે છે. ૭ મેના રોજ એક વિકલાંગ બાળકને એરલાઇનના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા બોર્ડિંગ કરતા અટકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાની ચારેબાજુ ટીકા થઈ રહી હતી, ત્યારબાદ સિવિલ એવિએશન ઓથોરિટીએ તેની ગંભીર નોંધ લીધી અને તેની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન રાંચી-હૈદરાબાદ ફ્લાઇટની પેસેન્જર મનીષા ગુપ્તાએ બાળક અને તેના માતા-પિતાને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા થતી પરેશાનીને લોકો સમક્ષ રાખી તો ઘટનાનું સત્ય સામે આવ્યું હતું.

India-India-go-Flight-DGCA-pasenger-Doctor-CheckUp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *