નવીદિલ્હી
રિઝર્વ બેંકની આ સુવિધાથી હવે ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કર્યા વગર જ પેમેન્ટ કરવું શક્ય બનશે. આ માટે ક્રેડિટ કાર્ડને પહેલા યુપીઆઈ સાથે લિંક કરવું પડશે. ત્યારબાદ સીધુ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ થઈ શકશે. પેમેન્ટ કરતી વખતે તમને વિકલ્પ મળશે કે તમે કયા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માંગો છો. જેવું તમે યુપીઆઈ એપથી પેમેન્ટ શરૂ કરશો કે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી સબમિટ કરતા જ પેમેન્ટ પ્રોસેસ પૂરી થશે. વર્તમાન વ્યવસ્થામાં યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવા પર કોઈ ચાર્જ લાગતો નથી. જ્યારે ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઓનલાઈન પેમેન્ટ માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) પર ર્નિભર હોય છે. જે દરેક ચૂકવણી પર કોઈને કોઈ ચાર્જ વસૂલ કરે છે. એટલે કે યુપીઆઈ અને તે ઉપરાંત રૂપે કાર્ડ સિવાય અન્ય વિકલ્પોથી કરાયેલા દરેક ટ્રાન્ઝેક્શન પર, વેપારીઓને ટ્રાન્ઝેક્શન અમાઉન્ટની એક નિશ્ચિત ચૂકવણી કરવાની હોય છે. ૧ જાન્યુઆરી ૨૦૨૦થી યુપીઆઈ અને રૂપેથી કરાયેલા ટ્રાન્ઝેક્શન પર સ્ડ્ઢઇ શૂન્ય કરાયું હતું. એટલે કે કોઈ ચાર્જ લાગતો નથી. આ કારણે સમગ્ર દેશમાં વેપારીઓએ યુપીઆઈ અપનાવ્યું. પણ ઇમ્ૈં ની આ જાહેરાત બાદ હજુ એ સ્પષ્ટ નથી કે ક્રેડિટ કાર્ડ લિંક કરવા માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે સ્ડ્ઢઇ કેવી રીતે લાગૂ થશે. કારણ કે હાલની સ્થિતિમાં ક્રેડિટ કાર્ડથી કરાયેલા ટ્રાન્ઝેક્શન પર સૌથી વધુ સ્ડ્ઢઇ લાગે છે. તે લગભગ ૨ ટકાથી ૩ ટકા સુધી છે. આવામાં એ સ્પષ્ટતા પણ જરૂરી રહેશે કે શું યુપીઆઈથી લિંક થયેલા ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલા ટ્રાન્ઝેક્શન પર બેંકોએ સ્ડ્ઢઇ છોડવું પડશે. આ સિવાય પણ આરબીઆઈએ અન્ય સુવિધાઓ પણ શરૂ કરી છે. જેમાં રિકરિંગ પેમેન્ટ માટે ઓટો ડેબિટ લિમિટ વધારી છે તથા હોમ લોનની લિમિટ બમણી કરવી તથા સહકારી બેંકોમાં ડોરસ્ટેપ સુવિધા શરૂ કરવા જેવી સુવિધાઓ સામેલ છે. રિઝર્વ બેંકે આ સાથે સબ્સ્ક્રિપ્શનવાળા પેમેન્ટને પણ સરળ બનાવ્યું છે. કોઈ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન હોય કે પછી શાળાની ફી, ગેસ બિલક કે મોબાઈલ-બ્રોડબેન્ડનું માસિક બિલ… આ બધા માટે રિઝર્વ બેંકે આવા રિકરિંગ પેમેન્ટ માટે ઈ-મેન્ડેટ જરૂરી કર્યું છે. ઈમેન્ડેટ જરૂરી કર્યા બાદ આવા ટ્રાન્ઝેક્શન માટે એક લિમિટ નક્કી કરી છે. પહેલા આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે ૫૦૦૦ રૂપિયા લિમિટ હતી જે હવે ત્રણ ગણી વધારીને ૧૫૦૦૦ કરી છે. એટલે કે ઈ મેન્ડેટ દ્વારા ૧૫ હજાર રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન થઈ શકશે. એટલે કે સરળ ભાષામાં કહીએ તો ઓટીપી વગર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ દ્વારા થતા રિકરિંગ પેમેન્ટ પર ઓટો ડેબિટની લિમિટ વધીને ૧૫૦૦૦ થઈ. ઓટીપીની જરૂર જ નહીં રહે. સહકારી બેંકોની હોમ લોનની મર્યાદામાં વધારો કરાયો છે. ટિયર-૧માં લિમિટ ૩૦ લાખથી વધારીને ૬૦ લાખ કરાઈ છે. જ્યારે ટિયર-૨ શહેરોમાં ૭૦ લાખ રૂપિયાથી વધારીને ૧.૪૦ કરોડ કરાઈ છે. અર્બન કોઓપરેટિવ બેંકો માટે ૩૦ લાખ રૂપિયાથી વધારી ૭૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. આવનારા દિવસોમાં હવે ક્રેડિટ કાર્ડની મદદથી પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે આ અંગે જાહેરાત કરી. રિઝર્વ બેંક જલદી આ સુવિધા શરૂ કરશે. આ સુવિધાની શરૂઆત ઇેॅટ્ઠઅ ક્રેડિટ કાર્ડથી થશે.એક એવી બેંકિંગ સિસ્ટમ છે જેના દ્વારા પેમેન્ટ એપ્લિકેશન પર પૈસાના ટ્રાન્ઝેક્શન કે પેમેન્ટ થઈ શકે છે. તમારું યુપીઆઈ આઈડી એક પ્રકારનું એડ્રસ છે જે યુપીઆઈ પર તમારી ઓળખ કરે છે. યુપીઆઈ હાલ દેશમાં પેમેન્ટનું લોકપ્રિય માધ્યમ બનેલું છે. આ પ્લેટફોર્મથી લગભગ ૨૬ કરોડ યૂઝર્સ અને પાંચ કરોડ વેપારીઓ જાેડાયેલા છે. ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે જાેડવાનો મૂળ હેતુ ગ્રાહકોને ચૂકવણી માટે વધુ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલ યુપીઆઈ યૂઝર્સ માટે માત્ર ડેબિટ કાર્ડ અને સેવિંગ/કરન્ટ એકાઉન્ટ એડ કરીને ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા શરૂ થતાની સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ વધુ પ્રોત્સાહન મળશે. ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે જાેડવાની શરૂઆત આરબીઆઈ પ્રમોટેડ દ્ગઁઝ્રૈં તરફથી બહાર પાડવામાં આવેલા રૂપે ક્રેડિટ કાર્ડ થી થશે. ત્યારબાદ સિસ્ટમમાં ડેવલપમેન્ટની સાથે માસ્ટરકાર્ડ તથા વિઝા સહિત અન્ય ગેટવે પર બેસ્ડ ક્રેડિટ કાર્ડ માટે પણ આ સુવિધા શરૂ થઈ શકે છે. આ વ્યવસ્થાથી જે લોકો કોઈ જરૂર પડ્યે ક્રેડિટ કાર્ડથી કેશ કાઢી લે છે કે પછી તેના પૈસા બેંક ટ્રાન્સફર કરે છે તેવા લોકોને સરળતા રહેશે. આ બંને સ્થિતિમાં તેમણે વધારાનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે.
