નવીદિલ્હી
દિલ્હીની સરકારી શાળાઓના વર્ગખંડોમાં શું ચાલી રહ્યુ છે તે હવે વાલીઓ જાેઈ શકશે. પરંતુ આ માટે તેઓએ લેખિતમાં આપવુ પડશે કે તેઓ લાઈવ સીસીટીવી વીડિયો દર્શાવતી મોબાઈલ એપનો પાસવર્ડ અન્ય કોઈને આપશે નહીં. લાઇવ ફૂટેજની ગોપનીયતા જાળવવા માટે તમામ શાળાઓના આચાર્યોને આ સંમતિ ફોર્મ નિયત ફોર્મેટમાં વાલીઓને ભરવા માટે કહેવામાં આવ્યુ છે. આ પછી શાળાના વડા વાલીઓ પાસેથી મળેલા ડેટાને એક ફાઇલમાં એકત્રિત કરશે અને તેને ઁઉડ્ઢને મોકલશે. ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશને તમામ શાળાના વડાઓને તેને મોકલતા પહેલા માતાપિતાના મોબાઇલ નંબર અને બાળકના વર્ગખંડ નંબરની તપાસ કરવા જણાવ્યુ છે. જે વાલીઓ ફોર્મ નહીં ભરે તેમને વિદ્યાર્થીઓના લાઇવ ફૂટેજની લિંક મોકલવામાં આવશે નહીં. શાળાઓને એ પણ કહેવામાં આવ્યુ છે કે વર્ગખંડના નંબરો અગાઉથી સમજી-વિચારીને નક્કી કરવામાં આવે જેથી કરીને આખા વર્ષ દરમિયાન તેને બદલવાની જરૂર ન પડે. શિક્ષણ નિર્દેશાલયે આગામી ૧૫ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યુ છે. ૨૦૨૦માં દિલ્હી સરકારે ર્નિણય લીધો હતો કે વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવશે જેથી વાલીઓ પણ વિદ્યાર્થીઓ પર નજર રાખી શકે. શિક્ષણ નિયામકનુ કહેવુ છે કે મોટાભાગની શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગનો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ અંતર્ગત ર્નિણય લેવામાં આવ્યો હતો કે વાલીઓને ક્લાસ રૂમમાં લગાવવામાં આવેલા કેમેરાના લાઈવ ફીડની ઍક્સેસ પણ આપવામાં આવશે અને તેઓ તેને તેમના મોબાઈલ પર એપ દ્વારા જાેઈ શકશે. નવેમ્બર ૨૦૧૯માં લાજપત નગરની એક શાળામાંથી વર્ગખંડની અંદર કેમેરાની સ્થાપના શરૂ કરવામાં આવી હતી. જાે કે આ પછી કોવિડ ૧૯ને કારણે શાળા બંધ રહી અને પ્રોજેક્ટ અટકી ગયો. નવા શૈક્ષણિક સત્ર સાથે શાળાઓ ખુલી છે અને હવે વાલીઓને લાઈવ ફીડ આપવા માટે પ્રોજેક્ટને વેગ આપવામાં આવ્યો છે.
