Delhi

હવે ન્ૈંઝ્રની આ સ્કીમમાં પૈસા જમા એક વાર કરાવી લો અને જીવનભર મળી શકે છે માસિક પેન્શન

નવીદિલ્હી
આજકાલ લોકોને મોટી ઉંમરે પેન્શનનો પ્રશ્ન ઉદ્દભવતો હોય છે. જેના કારણે અનેક કંપનીઓ અને સરકાર તેમના માટે અનેક યોજનાઓ લઈને આવે છે. પરંતુ હવે તમને પેન્શન મેળવવા માટે ૬૦ વર્ષની રાહ જાેવી નહીં પડે. જીવન વીમા નિગમ દ્વારા એક જબરદસ્ત પોલિસી બહાર પાડવામાં આવી છે. જેમાં તમે એક નક્કી કરેલી રકમ જમા કર્યા બાદ ૪૦ વર્ષની ઉંમરમાં જ પેન્શન મળવાની શરૂ થઈ જશે. જાે તમે પણ ઈચ્છો છો કે આ યોજનાનો લાભ લેવો જાેઈએ તો જાણી લો એલઆઈસીની આ સ્કીમ વિશે… એલઆઈસીની સરલ પેન્શન યોજનામાં તમારે માત્ર પોલિસી લેતી વખતે જ એકવાર પ્રીમિયમ ભરવાનું રહે છે અને એન્યૂટી મેળવવા માટે બે ઓપ્શનમાંથી કોઈ એકને પસંદગી કરવી પડે છે. ત્યારબાદ આખી જિંદગી તમને પેન્શન મળતું રહેશે. જ્યારે પોલિસી ધારકનું મૃત્યું થાય છે તો નોમિનીને સિંગલ પ્રીમિયમની રકમ પાછી આપી દેવામાં આવે છે. સરલ પેન્શન યોજના એક ઈમિડિએટ એન્યૂટી પ્લાન છે. એટલે કે પોલિસી લેતા જ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. આ પોલિસી લીધા બાદ જેટલા પેન્શનથી શરૂઆત થાય છે, તેટલી જ પેન્શન આખી જિંદગી મળતી રહે છે. આ યોજનાનો ભાગ બનવા માટે ન્યૂનતમ આયુષ્ય ૪૦ વર્ષ છે અને વધુમાં વધુ ૮૦ વર્ષ છે. જાેકે, આ એક હોલ લાઇફ પોલિસી છે, જેમાં પેન્શન આખી જિંદગી મળે છે. જ્યાં સુધી પેન્શનધારક જીવિત રહે છે. સરલ પેન્શન પોલિસી શરૂ થયાની તારીખથી છ મહિના પછી ગમે ત્યારે સરન્ડર કરી શકાય છે. સિંગલ લાઈફ- તેમાં પોલિસી કોઈ એકના નામ પર રહેશે, જ્યાં સુધી પેન્શનધારક જીવિત રહેશે, ત્યાં સુધી પેન્શન મળતું રહેશે, ત્યારબાદ ધારકનું મોત થયા બાદ બેસ પ્રીમિયમની રકમ તેના નોમિનીને પાછી આપી દેવામાં આવે છે. અને બીજી રીત છે જાેઈન્ટ લાઈફ- તેમાં બન્ને જીવનસાથીને કવર કરે છે. જ્યાં સુધી પ્રાઈમરી પેન્શનધારી જીવિત રહેશે, તેણે પેન્શન મળતું રહેશે. તેના મોત બાદ તેના જીવનસાથીને જીવનભર પેન્શન મળતું રહેશે. તેના પણ મૃત્યું પછી બેસ પ્રીમિયમની રકમ તેના નોમિનીની સોંપી દેવામાં આવશે. સરલ પેન્શન યોજના હેઠળ જાે તમને દર મહિને પેન્શન જાેઈએ છે, તો તમારે ઓછામાં ઓછું ૧૦૦૦ રૂપિયા પેન્શન લેવું પડશે, ત્રણ મહિના માટે ૩૦૦૦ રૂપિયા, ૬ મહિના માટે ૬૦૦૦ રૂપિયા અને ૧૨ મહિના માટે ૧૨૦૦૦ રૂપિયા લેવું પડશે. કોઈ મહત્તમ મર્યાદા નથી. ન્ૈંઝ્ર કેલ્ક્યુલેટર મુજબ જાે તમે ૪૨ વર્ષના છો અને ૩૦ લાખ રૂપિયાની છહહેૈંઅ ખરીદો છો, તો તમને દર મહિને ૧૨,૩૮૮ રૂપિયાનું પેન્શન મળશે. તમને આ પ્લાન હેઠળ એન્યૂટી ચૂકવવા માટે ૪ વિકલ્પો મળે છે. જેના થકી તમે તમારી ચુકવણી માસિક, દર ત્રણ મહિને, દર ૬ મહિને લઈ શકો છો અથવા તમે તેણે ૧૨ મહિનામાં લઈ શકો છો. તમે જે પણ વિકલ્પ પસંદ કરો છો, તમારે ચુકવણી તે જ અવધિમાં કરવામાં આવશે. જાે તમને ગંભીર બીમારી હોય અને સારવાર માટે પૈસાની જરૂર હોય તો તમે સરલ પેન્શન યોજનામાં જમા કરેલા પૈસા ઉપાડી શકો છો. તમને ગંભીર રોગોની સૂચિ આપવામાં આવે છે, જેના માટે તમે પૈસા ઉપાડી શકો છો. પૉલિસી સરેન્ડર કરવા પર મૂળ કિંમતના ૯૫% રિફંડ કરવામાં આવે છે. આ યોજના (સરલ પેન્શન પ્લાન) હેઠળ લોન લેવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. તમે યોજનાની શરૂઆતના ૬ મહિના પછી લોન માટે અરજી કરી શકો છો.

Life-Insurance-Corporation-of-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *