Delhi

હવે ભાડૂઆતોએ પણ ચૂકવવો પડશે ૧૮ ટકા જીએસટી?

નવીદિલ્હી
જીએસટીને લઇને સતત સમાચારો ચાલી રહ્યા છે. સરકારે ૧૮ જુલાઈથી જીએસટીના નવા નિયમ લાગુ કર્યા છે. જાે તમે કોઇપણ રહેણાંક મિલકતમાં ભાડે રહો છો તો તમારે ભાડું ઉપરાંત ૧૮ ટકા જીએસટી પણ આપવો પડશે. આ સમાચાર છેલ્લા કેટલાક દિવસથી વાયરલ થઈ રહી છે. હવે જણાવવામાં આવી રહ્યું છે કે ભાડું ઉપરાંત પણ ભાડુઆતે ૧૮ ટકા જીએસટી આપવો પડશે. આ વાયરલ મેસેજની ઁૈંમ્ હ્લટ્ઠષ્ઠં ઝ્રરીષ્ઠા એ તપાસ કરી. ત્યારબાદ પીઆઇબીએ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. ઁૈંમ્ હ્લટ્ઠષ્ઠં ઝ્રરીષ્ઠા એ કહ્યું કે, હાઉસ રેન્ટ પર ૧૮ ટકા જીએસટીના સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે. એટલું જ નહીં, તેના પર સરકારનું નિવેદન પણ સામે આવ્યું છે. એક ટ્‌વીટમાં પીઆઇબીએ કહ્યું કે, રહેણાંક યુનિટનું ભાડું ત્યારે ટેક્સ યોગ્ય હોય છે જ્યારે તેને કોઈ જીએસટી રજિસ્ટર્ડ કંપનીને કારોબાર કરવા માટે ભાડે આપવામાં આવે છે. તેમાં વધુ ક્લિયર કરવામાં આવ્યું છે કે, પર્સનલ યુઝ માટે જાે કોઈ વ્યક્તિ તેને ભાડે લે છે તો તેના પણ કોઈ જીએસટી આપવો પડતો નથી. ઉલ્લેખનીય છે કે, જીએસટીની બેઠક બાદ સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, જાે કોઈ વ્યક્તિ રહેણાંક પ્રોપર્ટીને પોતાના બિઝનેસના ઉદેશ્યથી ભાડે લે છે તો તેને જીએસટી આપવો પડશે. પહેલા જ્યારે કોઈ કોમર્શિયલ કામ માટે ઓફિસ અથવા બિલ્ડિંગને લીઝ પર લેતા હતા માત્ર ત્યારે તેને લીઝ પર જીએસટી આપવો પડતો હતો. ખરેખરમાં જીએસટીની બેઠક બાદથી લોકોમાં વધેલા દરને લઇને વિરોધ જાેવા મળી રહ્યો છે. તો જાે કોઈ સામાન્ય પગારદાર વ્યક્તિએ ભાડે એક રહેણાંક મિલકત અથવા ફ્લેટ લીધો છે, તો તેમને જીએસટીની ચૂકવણી કરવાની રહેતી નથી. જ્યારે એક જીએસટી રજિસ્ટર્ડ વ્યક્તિ અથવા સંસ્થા જે વેપાર કરે છે, જાે તેઓ ભાડા પર રહેણાંક ઘર અથવા ફ્લેટ લે છે તો તેમને માલિકને ભાડું ઉપરાંત ૧૮ જીએસટી આપવો પડશે.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *