નવીદિલ્હી
જાે તમારે પીએફ એકાઉન્ટમાંથી અરજન્ટ પૈસા ઉપાડવા છે તો તમારે પીએફ ઓફિસના ચક્કર નહીં કાપવા પડે. કેમ કે અહીંયા અમે તમને એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે માત્ર ગણતરીના સમયમાં પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો. શું તમારે અરજન્ટ પૈસાની જરૂર છે?, તમારી પાસે પૈસા નથી અને તાત્કાલિક પૈસાની જરૂર આવી ગઈ છે. તો અમે તમને વિગતવાર સમજાવીશું કે કઈ રીતે તમે ઘરે બેઠાં, પીએફ ઓફિસના ચક્કર કાપ્યા વિના સરળતાથી પૈસા કાઢી શકશો. જાે તમારું પીએફ કપાય છે અને તમારે પૈસાની તાત્કાલિક જરૂર છે તો તમે ત્યાંથી પૈસા કાઢી શકો છો. તેનો ફાયદો એ થાય છે કે તમારે ક્યાંયથી લોન લેવી પડતી નથી અને તમારે કોઈની પાસેથી ઉધાર પણ લેવા પડતા નથી. તમે ઘરે બેઠા ઉમંગ એપની મદદથી તમારા પીએફના પૈસા કાઢી શકો છો. તેના માટે તમારે કોઈપણ પીએફ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. કેમ કે આ આ એપની વિશેષતા એ છે કે તમે એકદમ સરળતાથી પોતાના પૈસા મેળવી શકશો. ઉમંગ એપ ડાઉનલોડ કરો સર્ચ મેનુ પર જાઓ અને ઈઁર્હ્લં સર્ચ કરો એમ્પ્લોયી સેન્ટ્રિક પર ક્લિક કરો રેઈઝ ક્લેમ પર ક્લિક કરો અને ઈપીએફ યૂએએન નંબર સબમિટ કરો તમારા ફોન નંબર પર આવેલ ઓટીપી સબમિટ કરો ટાઈપ ઓફ વિડ્રોલની પસંદગી કરો અને ઉમંગ એપ દ્વારા જમા કરો તમારા ફોનમાં એક ક્લેમ રેફરન્સ નંબર આવશે અને તેના દ્વારા તમે ક્લેમના સ્ટેટસને ટ્રેક પણ કરી શકો છો આ ઈ-ગવર્નન્સ પોર્ટલ દ્વારા ઈપીએફ ક્લેમ કરવા માટે પહેલા આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. માન્ય અને સાચી કેવાયસી ડિટેઈલ્સ, આધારથી લિંક યૂએએન નંબર, ઉમંગ એપ આધારથી લિંક અને ફોન નબંર આધારથી લિંક હોવો જરૂરી છે.