Delhi

હાર્દિક પંડ્યાના મત્તે સર્વશ્રેષ્ઠ ૧૧ ખેલાડીઓની યાદી

નવીદિલ્હી
હાર્દિક પંડ્યા પોતે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે, પરંતુ તેમ છતાં મહેન્દ્ર સિંહ ધોની તેની નજરમાં શ્રેષ્ઠ કેપ્ટન છે. હાર્દિક પંડ્યાએ તેના સાથી ખેલાડી રોહિત શર્માને ઓપનિંગ બેટ્‌સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. હાર્દિક પંડ્યાએ રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનર તરીકે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલની પસંદગી કરી છે. હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને ત્રીજા નંબરે બેટિંગ કરવા અને એબી ડી વિલિયર્સને ચોથા નંબરે બેટિંગ કરવા માટે પસંદ કર્યો છે. હાર્દિક પંડ્યાએ સુરેશ રૈનાને પાંચમા નંબરે પસંદ કર્યો છે. હાર્દિક પંડ્યાએ તેની પ્લેઈંગ ઈલેવનમાં નંબર ૬ પર બેટિંગ કરતા મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. હાર્દિક પંડ્યાએ નંબર ૭ અને ઓલરાઉન્ડરની ભૂમિકા માટે પોતાને પસંદ કર્યો. હાર્દિક પંડ્યાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન અને વેસ્ટ ઈન્ડિઝના ઓફ સ્પિનર સુનીલ નરેનની સ્પિન જાેડીને સ્થાન આપ્યું છે. હાર્દિક પંડ્યાએ તેની પ્લેઈંગ ઈલેવનમાં ઝડપી બોલર તરીકે જસપ્રિત બુમરાહ અને લસિથ મલિંગાની પસંદગી કરી છે. ક્રિસ ગેલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સુનીલ નરેન, રાશિદ ખાન, જસપ્રિત બુમરાહ અને લસિથ મલિંગા.ચેન્નાઈ સુપર કિંગ્સએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ત્રણ ૈંઁન્ ટાઇટલ જીત્યા છે. આ સાથે જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખિતાબ જીત્યા છે. આશ્ચર્યની વાત એ રહી કે આઇપીએલમાં ચાર વખત મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્માને બાદ કરતાં હાર્દિક પંડ્યાએ મહેન્દ્ર સિંહ ધોનીને સિલેક્ટ કર્યા છે.ીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્લ્‌ડ ક્રિકેટના એક-એક કરતા વધુ ચઢિયાતા ખેલાડીઓની પસંદગી કરીને ૈંઁન્ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન (પ્લેઈંગ ૧૧) બનાવી છે. હાર્દિક પંડ્યાએ ૈંઁન્ની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. રસપ્રદ વાત એ છે કે હાર્દિક પંડ્યાએ આઈપીએલની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનના કેપ્ટન તરીકે એક ભારતીય ખેલાડીની પસંદગી કરી છે. હાર્દિક પંડ્યાએ જે ભારતીય ખેલાડીને પોતાની પ્લેઈંગ ઈલેવનના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે તે મહેન્દ્ર સિંહ ધોની છે.

Hardik-Pandya.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *