નવીદિલ્હી
કર્ણાટકનો હિજાબ વિવાદ યુપીના ચૂંટણી રાજકારણમાં પણ પ્રવેશી ગયો છે. આ મામલે અસદુદ્દીન ઓવૈસી અને ભાજપ આમને-સામને આવી ગયા છે. હિજાબ વિવાદને લઈને દિલ્હી અને મુંબઈમાં પણ દેખાવો શરૂ થઈ ગયા છે. મુંબઈમાં સમાજવાદી પાર્ટી મુસ્લિમ વિદ્યાર્થીનીઓના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન ચલાવી રહી છે.કર્ણાટકનો હિજાબ વિવાદ હવે રાજકારણના રંગે રંગાવા લાગ્યો છે. આ મામલે દિગ્ગજ નેતાઓ પોતપોતાની વાત રજૂ કરીને રાજકારણ કરી રહ્યા છે. તો પ્રિયંકા ગાંધી કેવી રીતે પાછળ રહે એક ટ્વીટ કરી પ્રિયંકા ગાંધીએ મુદા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. હવે પ્રિયંકા ગાંધીએ પણ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર ટ્વીટ કર્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે મહિલાઓને પોતાની મરજી મુજબ પોશાક પહેરવાનો અધિકાર છે, જે તેમને બંધારણમાંથી મળ્યો છે. ટ્વીટના અંતે પ્રિયંકાએ તેના કેમ્પેનનું હેશટેગ ‘લડકી હું લડ સકતી હું પણ મૂક્યું છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, ‘ચાહે તે બિકીની હોય, બુરખો હોય કે જીન્સ હોય કે હિજાબ હોય. શું પહેરવું તે સ્ત્રીએ નક્કી કરવાનું છે. આ અધિકાર તેમને ભારતના બંધારણે આપ્યો છે. મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો. આપને જણાવી દઈએ કે ધાર્મિક પોશાક પર પ્રતિબંધ લગાવવાના આદેશ બાદ કર્ણાટકની શાળા-કોલેજાેમાં હંગામો મચી ગયો છે. ઘણા જિલ્લાઓમાં શાળા અને કોલેજાેમાં વિદ્યાર્થીઓના જૂથો સામસામે આવી ગયા છે. પથ્થરમારાની ઘટનાઓ પણ બની છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ હિજાબ પરના પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ઘણા હિંદુ વિદ્યાર્થીઓ કેસરી મોજા અને દુપટ્ટા પહેરીને કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્થિતિને જાેતા કર્ણાટક સરકારે ૩ દિવસ માટે શાળા અને કોલેજાે બંધ કરી દીધી છે. ઉડુપી, શિવમોગા, બાગલકોટ અને કર્ણાટકના અન્ય ભાગોમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબના સમર્થનમાં અને તેની વિરુદ્ધમાં પ્રદર્શનો થયા બાદ તણાવ વધી ગયો હતો. આ પછી પોલીસ અને પ્રશાસનને દરમિયાનગીરી કરવી પડી હતી. શિવમોગામાં પથ્થરમારો બાદ કલમ ૧૪૪ પણ લાગુ કરવામાં આવી હતી.
