Delhi

હું કોઈપણ સ્થિતિમાં રાજીનામુ નહીં આપુ ઃ ઈમરાન ખાન

નવીદિલ્હી
પાકિસ્તાનમાં આ સમયે રાજકીય માહોલ ગરમ છે. મહત્વનું છે કે વિપક્ષી પાર્ટીઓ પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આર્મીએ ક્યારેક પોતાના માનીતા ઇમરાન ખાનનો સાથ છોડી દીધો છે. આ વચ્ચે નેશનલ એસેમ્બલીમાં બહુમતના લિટમસ ટેસ્ટ પહેલાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યુ છે કે તે કોઈપણ સ્થિતિમાં રાજીનામુ આપશે નહીં. તેમણે કહ્યું કે, તે વિપક્ષને ચોંકાવશે. ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ- હું કોઈપણ સ્થિતિમાં રાજીનામુ આપીશ નહીં. હું છેલ્લા બોલ સુધી રમીશ… અને હું વિપક્ષને એક દિવસ પહેલા જ ચોંકાવીશ જે પહેલાથી દબાવમાં છે. ઇમરાન ખાને કહ્યુ કે તે નેશનલ એસેમ્બલીમાં વોટિંગથી એક દિવસ પહેલા પોતાના પત્તા ખોલશે. તેમણે કહ્યું- મારૂ તો ટ્રમ્પ કાર્ડ તો તે છે કે અત્યાર સુધી મેં મારા કોઈ કાર્ડ ખોલ્યા નથી. હકીકતમાં ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાગ્યો છે જે નેશનલ એસેમ્બલીમાં ૨૫ માર્ચે રજૂ થશે. નેશનલ એસેમ્બલીના નિયમો હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના ત્રણ દિવસ બાદ અને ૭ દિવસની અંદર તેના પર વોટિંગ થશે. આ વખતે ઇમરાન ખાનની ખુરશી જવી નક્કી માનવામાં આવી રહી છે. ખુદ તેમની પાર્ટી પીટીઆઈના કેટલાક સાંસદો બળવાખોર થઈ ચુક્યા છે. આ સિવાય એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાની આર્મીના ખાસ અને તાલિબાન ખાનના નામથી કુખ્યાત ઇમરાને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો મોહભંગ થઈ ગયો છે. કહેવામાં તો તે પણ આવી રહ્યું છે કે બાજવાએ ઇમરાન ખાનને રાજીનામુ આપવા માટે કહી દીધુ છે.

PM-Pakistan-Imran-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *