Delhi

હું ખોટા વચનો આપીને જીતવા કરતાં હારવું પસંદ કરીશ ઃ ઋષિ સુનક

નવીદિલ્હી
બ્રિટનના વડાપ્રધાન પદના ભારતીય મૂળના ઉમેદવાર ઋષિ સુનકે કહ્યું છે કે તેઓ આર્થિક સંકટનો સામનો કરવાની તેમની યોજના વિશે ખોટા વચનો આપીને જીતવાને બદલે હારવાનું પસંદ કરશે. યુકેના ભૂતપૂર્વ નાણાં પ્રધાને કહ્યું હતું કે તેઓ નબળા પરિવારોના કલ્યાણ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. સુનક અને તેમના હરીફ બ્રિટિશ વિદેશ મંત્રી લિઝ ટ્રૂસ વચ્ચે આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ટ્રસે કર રાહતનું વચન આપ્યું છે, જેની સામે ભૂતપૂર્વ નાણાપ્રધાન સુનકે દાવો કર્યો છે કે તેનાથી માત્ર સમૃદ્ધ પરિવારોને જ ફાયદો થશે અને જેમને તેની સૌથી વધુ જરૂર છે તેવા લોકોને કોઈ લાભ નહીં થાય. ૪૨ વર્ષીય સુનકે કહ્યું, “હું ખોટા વચનો આપીને જીતવાને બદલે હારવાનું પસંદ કરીશ.” કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો દ્વારા બંને ઉમેદવારોને સવાલ-જવાબ કરવામાં આવી રહ્યા છે. આ સભ્યો ચૂંટણીમાં મતદાન કરશે. આ સમય દરમિયાન વધતી મોંઘવારી અને કિંમતોનો મુદ્દો પ્રભુત્વ ધરાવતો જણાય છે. સુનકે, કોવિડ-૧૯ વૈશ્વિક રોગચાળાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન નાણામંત્રી તરીકેના તેમના કામનો ઉલ્લેખ કરતા કહ્યું, “લોકો મારા કામના આધારે મને જજ કરી શકે છે, જ્યારે આ વર્ષની શરૂઆતમાં બિલ ફ્ર૧૨૦૦થી વધુનું આવતું હતું ત્યારે મેં સુનિશ્ચિત કર્યું હતું કે નબળા વર્ગો માટે આ બિલ માત્ર ફ્ર૧૨૦૦ની આજુબાજુ જ રહે. સુનકે વચન આપ્યું હતું કે જાે તેઓ વડાપ્રધાન પદ માટે ચૂંટાશે તો તેમના દ્વારા કરવામાં આવેલા કામોને આગળ ધપાવીશું.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *