Delhi

હૈદરાબાદમાં જાણીતી સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પોતાના ઘરમાં મળી મૃત અવસ્થામાં

નવીદિલ્હી
જાણીતી સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલાનું નિધન થઈ ગયું છે. આ સમાચારથી ફેશન જગતમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે. તે હૈદરાબાદમાં પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી છે. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે પ્રત્યુષા શનિવારે બન્જારા હિલ્સમાં સ્થિત પોતાના ઘરમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત મળી છે. ફેશન ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલા બન્જારા હિલ્સ વિસ્તારના ફિલ્મ નગરમાં રહેતી હતી. પ્રમાણે પ્રત્યુષાના બેડરૂમમાંથી કાર્બન મોનોઓક્સાઇડ મળી આવ્યો છે. પોલીસે તેને શંકાસ્પદ મોત માનતા કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો ચોંકી ગયા છે. ફેશન ડિઝાઇનરના મોતના સમાચાર પોલીસને સિક્યોરિટી ગાર્ડ આપ્યા છે. સામે આવેલી જાણકારી અનુસાર શનિવારે બપોરે સિક્યોરિટી ગાર્ડને સૌથી પહેલાં કંઈ થવાની આશંકા ગઈ. જ્યારે ગાર્ડે ફેશન ડિઝાઇનરના ઘરમાંથી કોઈ જવાબ ન મળ્યો તો તેણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તેના ઘરનો દરવાજાે તોડ્યો હતો. પોલીસે તપાસ કરી ત્યારે પ્રત્યુષાનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રત્યુષાનું નામ દેશના સૌથી જાણીતા ફેશન ડિઝાઇનર્સમાં સામેલ છે. તે ખુદ એક ફેશન બ્રાન્ડ ચલાવતી હતી. તેનું બ્રાન્ડનું નામ પ્રત્યુષા ગરિમેલા છે. તેના સ્ટોર્સ હૈદરાબાદ અને મુંબઈમાં પણ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખુબ જાણીતી હતી. તેના ઈન્ડિયન આઉટફિટ્‌સને લોકો ખુબ પસંદ કરે છે.

Taking-her-husbands-location-she-was-killed-on-the-way.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *