નવીદિલ્હી
ઘણા સમયથી હોટેલ અને રેસ્ટોરંટ દ્વારા લેવામાં આવતો સર્વિસ ચાર્જ વિવાદોમાં ઘેરાયેલો છે. લોકોને સર્વિસ ટેક્સને લઇને ઘણી મૂંઝવણ હોય છે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (ઝ્રઝ્રઁછ) એ એક મહત્વના ર્નિણયમાં કહ્યું કે હોટલ કે રેસ્ટોરન્ટ તેમના ગ્રાહકો પાસેથી ફૂડ બિલમાં સર્વિસ ચાર્જના નામે પૈસા વસૂલી શકે નહીં. હા, જાે ગ્રાહક પોતાની ઇચ્છાથી સર્વિસ ચાર્જ આપવા માંગે તો તે આપી શકે છે. જાે કે આ ર્નિણય ગ્રાહકોના હિતમાં છે અને તેનાથી હોટલ-રેસ્ટોરન્ટમાં ખાવાનું પણ સસ્તું થશે, પરંતુ જાે કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ પ્રતિબંધ હોવા છતાં તમારી પાસેથી સર્વિસ ચાર્જ વસૂલે તો શું કરવું જાેઈએ? આ શંકા અને ગ્રાહકોની સલામતી માટે ઓથોરિટીએ ઘણા વિકલ્પો તૈયાર કર્યા છે. જાે રેસ્ટોરંટ તમારી પાસે જબરદસ્તી સર્વિસ ચાર્જ વસૂલે તો ફરિયાદ કોને કરવી? જાે તમે કોઇ રેસ્ટોરંટમાં જાઓ છો અને તેમણે સર્વિસ ચાર્જ ઉમેરીને બીલ બનાવ્યુ છે તો સૌથી પહેલા તમે મેનેજરને તે ચાર્જ દૂર કરવા વિનંતી કરો. તેમને યાદ કરાવો કે આવા ટેક્સ તમારી પરવાનગી વગર વસૂલ કરવાની સત્તા તેમની પાસે નથી. જાે રેસ્ટોરન્ટ અથવા હોટેલ તમારી વિનંતી સ્વીકારતી નથી અને સર્વિસ ચાર્જ વસૂલવા પર અડગ છે, તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (દ્ગઝ્રૐ) ને ફરિયાદ કરી શકો છો. તે પ્રારંભિક તબક્કે જ વિવાદને ઉકેલવામાં મદદ કરે છે. ઉપભોક્તા હેલ્પલાઈન નંબર ૧૯૧૫ પર કોલ કરીને અથવા દ્ગઝ્રૐની એપ દ્વારા તેમની ફરિયાદ નોંધી શકે છે. આ સિવાય તમે કન્ઝ્યુમર કમિશનને પણ ફરિયાદ કરી શકો છો અથવા ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી શકાય છે. આ માટે તમારે રંંॅઃ//ુુુ.ીઙ્ઘટ્ઠટ્ઠારૈઙ્મ.હૈષ્ઠ.ૈહની મુલાકાત લેવાની રહેશે. ગ્રાહકને તેની ફરિયાદ જિલ્લાની કલેક્ટર કચેરીમાં નોંધવાનો પણ અધિકાર હશે, જે તપાસ કરશે અને તેનો રિપોર્ટ ઝ્રઝ્રઁછને મોકલશે. જાે તમે ઇચ્છો, તો તમે તમારી ફરિયાદ સીધી સીસીપીએમાં નોંધાવી શકો છો. આ માટે તમારે ર્ષ્ઠદ્બ-ષ્ઠષ્ઠॅટ્ઠજ્રહૈષ્ઠ.ૈહ પર ઈ-મેલ કરવાનો રહેશે. ઝ્રઝ્રઁછ એ ઉપભોક્તાઓના હિત માટે ગ્રાહક સુરક્ષા કાયદાની કલમ ૧૮(૨)(ૈં) હેઠળ માર્ગદર્શિકા બહાર પાડી છે. તે જણાવે છે કે મેનૂમાં આપવામાં આવેલા દરો ઉપરાંત, જાે કોઈ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ઉપભોક્તા પાસેથી યોગ્ય ટેક્સ સિવાય અન્ય કોઈ ફી વસૂલ કરે છે, તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ગ્રાહકના હિતની વિરુદ્ધ છે.
